તર્પણ
કોઈ ફરિયાદ નથી મારા ઈસાને
એને કોઈ દર્દ નથી
કોઈક તો કહી આવો દિશાને
અહીં કોઈ મર્દ નથી
એને રોજ હું કહેતો
આવી જ પવિત્ર ભૂમિની વાત
જ્યાં ખુલ્લો પવન વહેતો
ઇસો નાદાન પૂછતો: એની શું વિસાત?
અંગ્રેજી લોકશાહી, લંડન ચગડોળ
ન્યુયોર્ક: સ્વતંત્રતા દેવીનું ઘર
ટાવર પેરીસ! એનો રંગીન ઢોળ
દેવાં સપનાં, માંડતો હું વાતોની સફર
એને વાર્તા કહેવાની હવે ક્યાં જરૂર છે?
આમેય કેટલાંય દિ થી દીવા પાણી બંધ છે
છતાં - શ્રદ્ધા નયનનું નૂર છે
બાકી ચોતરફ અજબ ગંધ છે
ધડાકા ભયાનક ગજબનાક ગોળા
ધરાશાયી ઘરો રક્તરંગી ધરા
મૂંગા થઇ સૂતાં એનાં ભેરુડાં ભોળા
ઇસાનો ય શ્વાસ ગૂંગળાયો હશે જરા
માનો વા, બાપુનો દમ
મારી પરી, એની ચૂમી - ફરિયાદ
પ્રેમ કરૂણા જિંદગી બસ ખતમ
કોનું યુદ્ધ, કોણ બરબાદ
છે અંધકાર ચોપાસ ને શ્વાસની અછત
ઉડવા મળ્યું નહિ આકાશ ભૂરું
નહિતર દરેક તોપ પર જઈને લખત
ઇસાનાં આયખનું કાવ્ય અધૂરું
બાબુલ
કોઈ ફરિયાદ નથી મારા ઈસાને
એને કોઈ દર્દ નથી
કોઈક તો કહી આવો દિશાને
અહીં કોઈ મર્દ નથી
એને રોજ હું કહેતો
આવી જ પવિત્ર ભૂમિની વાત
જ્યાં ખુલ્લો પવન વહેતો
ઇસો નાદાન પૂછતો: એની શું વિસાત?
અંગ્રેજી લોકશાહી, લંડન ચગડોળ
ન્યુયોર્ક: સ્વતંત્રતા દેવીનું ઘર
ટાવર પેરીસ! એનો રંગીન ઢોળ
દેવાં સપનાં, માંડતો હું વાતોની સફર
એને વાર્તા કહેવાની હવે ક્યાં જરૂર છે?
આમેય કેટલાંય દિ થી દીવા પાણી બંધ છે
છતાં - શ્રદ્ધા નયનનું નૂર છે
બાકી ચોતરફ અજબ ગંધ છે
ધડાકા ભયાનક ગજબનાક ગોળા
ધરાશાયી ઘરો રક્તરંગી ધરા
મૂંગા થઇ સૂતાં એનાં ભેરુડાં ભોળા
ઇસાનો ય શ્વાસ ગૂંગળાયો હશે જરા
માનો વા, બાપુનો દમ
મારી પરી, એની ચૂમી - ફરિયાદ
પ્રેમ કરૂણા જિંદગી બસ ખતમ
કોનું યુદ્ધ, કોણ બરબાદ
છે અંધકાર ચોપાસ ને શ્વાસની અછત
ઉડવા મળ્યું નહિ આકાશ ભૂરું
નહિતર દરેક તોપ પર જઈને લખત
ઇસાનાં આયખનું કાવ્ય અધૂરું
બાબુલ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો