સંધ્યાએ જતાં આપેલ વચન
અને સઘન આલિંગન
ગુલાબી ક્ષિતિજ પર
આરઝુ સમ ઝૂલે
નિશાનો પાલવ હળવેકથી
અત્યંત નજીક ખૂલે
ચાંદની બાહુપાશમાં આવી એ પહેલાં તો
તારા ઝળ ઝળ- જલન પળ પળ
પૂનમ - શીતલ - શ્વેતા - મૃદુલ સ્નેહા
રાતભર નયનમાં એ જ સ્મરણ
ઉષાનાં ચુંબન પલક પર થાતા
તંદ્રા તૂટતાં જાણ્યું
સપનામાં કાવ્ય મંડાણું !
બાબુલ
Cape Town
અને સઘન આલિંગન
ગુલાબી ક્ષિતિજ પર
આરઝુ સમ ઝૂલે
નિશાનો પાલવ હળવેકથી
અત્યંત નજીક ખૂલે
ચાંદની બાહુપાશમાં આવી એ પહેલાં તો
તારા ઝળ ઝળ- જલન પળ પળ
પૂનમ - શીતલ - શ્વેતા - મૃદુલ સ્નેહા
રાતભર નયનમાં એ જ સ્મરણ
ઉષાનાં ચુંબન પલક પર થાતા
તંદ્રા તૂટતાં જાણ્યું
સપનામાં કાવ્ય મંડાણું !
બાબુલ
Cape Town
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો