અવાજ આ પરાયો હોય છે
ડૂમો ગળે ભરાયો હોય છે
જુએ ન કોઈ વાટ છતાં
રસ્તો કાં અટવાયો હોય છે
જયારે સૂરજ ચળકે માથે
નાનકડો પડછાયો હોય છે
છે નસીબ ફૂટેલું કે પથ્થર
આયને અથડાયો હોય છે
ઉડી જાય છે કાગડા ફટાક
ને હંસલો પકડાયો હોય છે
છે બેસુમાર નામ ‘બાબુલ’
એ દિલમાં સમાયો હોય છે
બાબુલ
૧૯ /૧૦ /૨૦૧૦ શિકાગો
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો