Friday, 18 March 2011

બિલ્લો - બાબુલ

થોડો ધોળો થોડો કાળો હતો
એ બિલ્લો બહુ રૂપાળો હતો
લઇને દોડે એ ઊનનો દડો
નટખટ એવો નખરાળો હતો
પોચી ગાદી પગે  નખ નાના 
 ને ડિલે રેશમ શો સુંવાળો હતો
ફરતો એ કરીને  માથું ઊંચું 
 જાણે મરદ મોટો મૂછાળો હતો
એટલે થયો તો વ્હાલો સહુનો
'બાબુલ' જેવો  અટકચાળો હતો
4 comments:

 1. Vipool Kalyani 19 Mar

  સરસ. ‘બાબુલ’ અટકચાળો હતો ? ખબર નથી !

  ReplyDelete
 2. Pancham Shukla 18 Mar
  બહોત અચ્છે બાબુલસાહબ. મઝા આવી ગઈ

  ReplyDelete
 3. Dawoodbhai ghanchi 19 Mar
  એક ખુબ લાગણીસભર અંજલી છે! પ્રાણી પણ માનવ જીવનને કેટલું હર્યું ભર્યું બનાવે છે? એ માનવ દિલને ઓળખે છે, એનો પ્રતિભાવ પાડે છે અને વ્યક્તિઓ સાથે તાદાત્મ્ય સાધે છે. એટલે એ માનવીના જીવનનો એક અતુટ હિસસો બની જાય છે. તમારું બિલ્લુ એના પ્રેમથી તમારું એક અંગ સમાન બની ગયેલું, એટલે એની વિદાય અતિ કરુણ એવી ઘટના બની ગઈ છે.

  ReplyDelete
 4. Dawoodbhai ghanchi 20 Mar
  Of course, it requires , on the part of the human companion, a subtle inner capacity to communicate with the animal. You have it, and it was deployed very delicately by you. Hence the bond formed.
  Dawoodbha

  ReplyDelete