ઉદ્વેગ
ઉદ્વેગઃ
રાખ ઢાંકેલ
બુઝાયેલ અંગાર
સ્હેજ હવાથી ભભૂકે
પ્રજ્વલિત
અગન દાહ
લપેટે મન -વિચારશૂન્યતા
સળગે મનન
વિટંબણા…વિમાસણ…
શૂન્ય સંવેદન
બુઠ્ઠાં વર્તન
બધિર નયન
અસહ્ય!
યાર
આગ આ ઠાર
અને
નિકાળ સૌ અંગાર
બાબુલ ૧૪ ૧૨ ૨૨
This is my literary melting pot: my poems form the foundation alongside global literature. Enjoy! અવતરણ - બાબુલ નો બ્લોગ આ મારો સાહિત્યનો રસકુંભ છે. મારી કવિતાઓના મુખ્ય પીઠબળે, એમાં ચુનંદી બીજી કાવ્યરચનાઓ આલેખી છે. જગઝાળા પર આ કાવ્યોત્સવ માણશો! All poets' Copyrights preserved.
દુર્દાંત વજન [જો બધું જ ના કરી શકે તો કાંઇક પણ પ્રયત્ન કરવા વિશે જે કોઇ આત્મશંકા કરે છે એમને] તમે કહો છોઃ જે કંઇ છે મારાં નાનાં મોટાં યત્નો...
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો