હથેળી
રેખાઓના અકસ્માતથી
ઓચિંતી ખરડાય
લોહીલુહાણ
થાય,
આંગળીઓ
લૂંછી લે જેટલું
લૂંછાય
લીટીઓ સમ
સઘળું કૈં દોડે
બદલવા દિશા
દશા અમળાય
ભાગંભાગ-
ત્રાગાં માંગા સૌને ભાગ
ભાગ્ય મુઠ્ઠીભર સમજાયઃ
એ જ
હથેળી
હાથતાળી દઈ જાય
બાબુલ ૨૪.૬.૨૨
This is my literary melting pot: my poems form the foundation alongside global literature. Enjoy! અવતરણ - બાબુલ નો બ્લોગ આ મારો સાહિત્યનો રસકુંભ છે. મારી કવિતાઓના મુખ્ય પીઠબળે, એમાં ચુનંદી બીજી કાવ્યરચનાઓ આલેખી છે. જગઝાળા પર આ કાવ્યોત્સવ માણશો! All poets' Copyrights preserved.
હથેળી
રેખાઓના અકસ્માતથી
ઓચિંતી ખરડાય
લોહીલુહાણ
થાય,
આંગળીઓ
લૂંછી લે જેટલું
લૂંછાય
લીટીઓ સમ
સઘળું કૈં દોડે
બદલવા દિશા
દશા અમળાય
ભાગંભાગ-
ત્રાગાં માંગા સૌને ભાગ
ભાગ્ય મુઠ્ઠીભર સમજાયઃ
એ જ
હથેળી
હાથતાળી દઈ જાય
બાબુલ ૨૪.૬.૨૨
This year too
will be confined to history
Savoury memories that can be cherished
And sickening shocks of all things that perished
Still
I see here,
eager to walk in glory
another new year
Hope still safe
that breaths new health, peace and joy- I hear
A wee wish for a happy new year!
31 12 2021
છેવટે
આવીને વળગે છે
એ એવી: વિહવળ
કરી દે સામટા ગળગળા
છૂટા પડવાની વેળા
નૈન અગનગોળો
જેમ
ડૂબતા સૂરજનાં છેલ્લાં ડૂસકાં
લોપાઇ જાય
આકાશની વિશાળ છાતીમાં
ને
ઓઢી લે
એ પણ પછી
અંધારું- ઢાંક પિછોડો.
ટમટમે દરદ ઠેર ઠેર
તારા વગર
રાત થતી હશે?
જતી હશે?
... હાય!
છૂટા પડવાની ઘડી
ઘડીભર છૂટતી નથી
કાળજે ચોંટેલી
પણ કાળજું લુંટતી નથી
ક્યાંક નિર્જળ
કયાંક સજળ
કરતી રહે છે વિહવળ
રે, મીત વિનાના મેળા
છૂટા પડવાની વેળા.
બાબુલ
ન આવે
કવિતા કોઇ
ન ગઝલ
નહિ કોઇ છંદ, લય કે પ્રાસ
છું મુગ્ધ હું
એ હવામાં
જે વિંટળાય છે તને
અને
પસવારે તારા હ્રદયને
ઉતરી છાતીમાં લઇ શ્વાસ
આમળી અનામિકા પર
તારી અલકલટને
જોયાં કરું
ગાલ પર ઉભરતાં
શેહનાં
રતુંબડાં રેખાચિત્રો
અચાનક છોડી દઉં
બંધ કેશ ને
અષાઢી વાદળિયા ઝુલ્ફો
રેશમી પીઠ પસવારે - ત્યારે
પાંપણ ઝૂકી જાય
હોઠ મોઘમ મલકી જાય
બસ આવે છે આ સપનાં
અહર્નિશ
વણછીપી આશ
ન આવે ગીત કોઇ ન ગઝલ
ન તો રદીફ, ન પ્રાસ.
બાબુલ
૧૩ માર્ચ ૨૧
સાજન
એવું પણ થઈ શકત
કે તને અઢળક પ્રેમ કરત
અધર સુંદર હૈયું છાતી
રોજ સ્વયં ધરત.
કિન્તુ
એમ થઈ ન શક્યું:
ગંઠાયેલા ઉરોજને
ઉતારી લીધાયા પછીના
ઘા ભરાઈ ગયાં છતાં
છે લીલાં- દર્દીલાં
ને હૈયાં હાયકારે સૂકાંભઠ:
અને એવાં જ હોઠ
સાજન, જોઉં કને
પીડ વળગે રે મને
ખોઈ ચુકી છું હું જાણે જાત
આપું તો શું આપું તને
હું એક વિસરવા જેવી વાત.
બાબુલ
વિશ્વ કેન્સર દિન 2021.
પાસાં ફરતી રહે
મારી સોડમાં
રાત
વિચાર વિચારમાં
મળસ્કું
થઈ જાય:
કવિતા ગુલાબી
બાબુલ. 14.01.21.
મારા પછી પાપ સાક્ષી પુણ્યની આપશે મારા પછી એ કયા માપે મને માપશે મારા પછી એકદા અંધારશે વાદળો ચોમેરથી માવઠું ભારે અશ્રુ સારશે મારા પછી ક્યાં ...