રવિવાર, 24 એપ્રિલ, 2011

તમને જોયા છે - 'બેફામ'

બેફામની સદાબહાર ગઝલ ( નયનને બંધ રાખીને) ના આ ત્રણ શેરના નાજુક ભાવ કેવા પ્રબળ છે? ... એને મમળાવ્યા કરવાથી વધુ અસરકારક બને છે... સાદર:


.....


ગણી તમને જ મઝિલ એટલા માટે તો ભટકુ છુ,
હૂ થાક્યો છુ તો એક એક ઉતારે તમને જોયા છે.
નિવારણ છો કે કારણ્ ના પડી એની ખબર કઈએ,
ખબર છે એ જ કે મનના મુઝારે તમને જોયા છે.
નથી મસ્તી મહોબ્બત એવુ કઈ કહેતો હતો બેફામ
એ સાચુ છે અમે એના મઝારે તમને જોયા છે

બરકત વિરાણી 'બેફામ' 

બુધવાર, 13 એપ્રિલ, 2011

હઇયા - બાબુલ

તરિયા એ આખર  મરિયા
ડૂબિયા  એ   પાર ઉતરિયા                                                                                                                                                                                                                                                                
હઇયા છે હળવા ભઇયા
હરિયાના નામથી   ભરિયા 
રડિયા ખાલીખમ ફળિયા 
રળિયા આંસુ ના જ દરિયા
મળિયા ઠંડાગાર તળિયા
અહિયા કૂંડ કેમ કરિયા
જહિયા સખી સ્હેજ લળિયા 
સઇયા બાબુલજી વરિયા

બાબુલ
(નીસ -૧૨/૦૪/૨૦૧૧ )

શનિવાર, 9 એપ્રિલ, 2011

વાલજી - બાબુલ

આ ઊર્મિગીતની તળપદી બોલીની મીઠાશ મારા બાળપણથી સંભારણામાં સંઘરાયેલી છે. ઉત્તર ગુજરાતની માટીની મહેંક અને ત્યાંના માયાળુ માણસોના હૃદયની ઉષ્મા અને સાલસાઈને  જીવનમાં જાણવા માણવામળી હતી/છે. એ ધરતીની કોઈ જુવાન કન્યા એના 'વાલજી'ના ચાર વરસના વિરહ પછીના આગમનના સમાચારથી હરખઘેલી થઇ હોય એનું ગીત અહી પ્રસ્તુત છે.  એની ઊર્મિ વિશ્વના કોઈ પણ પ્રાંતમાં કોઈ પણ કાળમાં સાંપ્રત હોઈ શકે છે !  મારી પ્રિય રચનાઓમાંની એક....

શાર શાર વરહ આવ શ વાલજી,
લાવ લી ઓંગણું લેંપું લગાર
વાલજી ન ભાવ શ કોંદોંનોં ભજિયોં, 
વરી આજ તો ભડથું વઘાર

ઢોલડી નોં વોણ પર નોંખ બે ગોદરી
બરી ઉપર પાથર તો ઓશાડ
તોંબાના ગોબા મોં  ખાય હું બાપડો
ઇ ન થારી મોં મુંઢું વતાડ

વાલજી મારો શ જ મૂઓ ગોરો
ઘોડા પર લા ગ શ ખેંગાર
લોક ની નજરું હોય શ જ ભૂંડી
ઈ ન મરચોં  લેંબુથી ઉતાર

આવતોં જ વધેરે ઇના પગોમોં નારિયોર
કાણની કરું શુ વશાર 
શાર શાર વરહે આહે મારો વાલજી
લાવ લી ઓંગણું લેંપું લગાર

બાબુલ 
કાવ્ય સંગ્રહ 'અસર' માંથી 
વાન ગોફ 

રવિવાર, 3 એપ્રિલ, 2011

avataran અવતરણ: Woes - Faruque Ghanchi

http://avataran.blogspot.com/2010/01/blog-post_22.html

Woes - Faruque Ghanchi


Woes
There and here too.

There:
Affliction as dry as thirst of the parched earth
And torrential downpour of
Dense cloudy sorrow
(For)
A moment or two.

Here:
The pain of each falling leaf of autumn
And
Sadness rained in the heaps
Frozen solid ice
In long dark nights
Always
Uninterrupted.


translated from Gujarati ( ASAR,2006. Gurjar Prakashan,Ahmedabad, India. ISBN 81-89166-31-X)
બાબુલ 

શુક્રવાર, 25 માર્ચ, 2011

હો મન નિર્ભય - રવીન્દ્રનાથ ટાગોર


હો મન નિર્ભય રવીન્દ્રનાથ  ટાગોર –
ભાવાનુવાદ બાબુલ 

હો મન નિર્ભય જ્યાં અને શિર હો ઉન્નત 
વિહરતું  હો જ્ઞાન જ્યાં  મુક્ત
હોય ના વિભાજીત વિશ્વ જ્યાં 
સાંકડી  સ્થાપિત  દિવાલોથી 
જ્યાં ઉભરે શબ્દ સત્યના ગર્ભથી
ને અથાક આકાંક્ષા પ્રસારે બાહુ  સર્વોત્કૃષ્ટતા કાજે 
ભટકે નહીં વિવેકનું  નિર્મળ ઝરણ જ્યાં
મૃત વલણોના શુષ્ક રેતાળ  રણમાં 
કરે જ્યાં તું પ્રોત્સાહિત ઉત્તરોત્તર મનને
સતત  વિસ્તારવા,  વિચાર  અને  વર્તનને 
સ્વતંત્રતાના  એવા સ્વર્ગમાં,
  પ્રભુ!  મારા  દેશને  જગાડી  દે!  

મંગળવાર, 22 માર્ચ, 2011

ખાલી -બાબુલ

શું કામ લીધું હશે એણે નામ ખાલી 
જરાકમાં લો થયા બદનામ ખાલી 
હવે આ તરસને  કેમ રોકાય બોલો 
મળ્યું નહીં બુંદ એક ને જામ ખાલી
જવાબમાં ના સંદેશ ના પત્ર આવે  
એકાંત લાગશે એકલું કામ ખાલી 
ડગી ધરા જરા છલક્યો  સાગર થોડો   
થઈ ગયા પછી  ઘર તમામ ખાલી
અહી તો ઉતારી હતી યાદની પોઠો 
ફરી કેમ થયું 'બાબુલ' ગામ ખાલી 

દુર્દાંત વજન-બાબુલ (ભાવાનુવાદ)

દુર્દાંત વજન [જો બધું જ ના કરી શકે તો કાંઇક પણ પ્રયત્ન કરવા વિશે જે કોઇ આત્મશંકા કરે છે એમને]  તમે કહો છોઃ જે કંઇ છે મારાં નાનાં મોટાં યત્નો...