શુક્રવાર, 25 માર્ચ, 2011

હો મન નિર્ભય - રવીન્દ્રનાથ ટાગોર


હો મન નિર્ભય રવીન્દ્રનાથ  ટાગોર –
ભાવાનુવાદ બાબુલ 

હો મન નિર્ભય જ્યાં અને શિર હો ઉન્નત 
વિહરતું  હો જ્ઞાન જ્યાં  મુક્ત
હોય ના વિભાજીત વિશ્વ જ્યાં 
સાંકડી  સ્થાપિત  દિવાલોથી 
જ્યાં ઉભરે શબ્દ સત્યના ગર્ભથી
ને અથાક આકાંક્ષા પ્રસારે બાહુ  સર્વોત્કૃષ્ટતા કાજે 
ભટકે નહીં વિવેકનું  નિર્મળ ઝરણ જ્યાં
મૃત વલણોના શુષ્ક રેતાળ  રણમાં 
કરે જ્યાં તું પ્રોત્સાહિત ઉત્તરોત્તર મનને
સતત  વિસ્તારવા,  વિચાર  અને  વર્તનને 
સ્વતંત્રતાના  એવા સ્વર્ગમાં,
ઓ  પ્રભુ!  મારા  દેશને  જગાડી  દે!  

મંગળવાર, 22 માર્ચ, 2011

ખાલી -બાબુલ

શું કામ લીધું હશે એણે નામ ખાલી 
જરાકમાં લો થયા બદનામ ખાલી 
હવે આ તરસને  કેમ રોકાય બોલો 
મળ્યું નહીં બુંદ એક ને જામ ખાલી
જવાબમાં ના સંદેશ ના પત્ર આવે  
એકાંત લાગશે એકલું કામ ખાલી 
ડગી ધરા જરા છલક્યો  સાગર થોડો   
થઈ ગયા પછી  ઘર તમામ ખાલી
અહી તો ઉતારી હતી યાદની પોઠો 
ફરી કેમ થયું 'બાબુલ' ગામ ખાલી 

શુક્રવાર, 18 માર્ચ, 2011

બિલ્લો - બાબુલ

થોડો ધોળો થોડો કાળો હતો
એ બિલ્લો બહુ રૂપાળો હતો
લઇને દોડે એ ઊનનો દડો
નટખટ એવો નખરાળો હતો
પોચી ગાદી પગે  નખ નાના 
 ને ડિલે રેશમ શો સુંવાળો હતો
ફરતો એ કરીને  માથું ઊંચું 
 જાણે મરદ મોટો મૂછાળો હતો
એટલે થયો તો વ્હાલો સહુનો
'બાબુલ' જેવો  અટકચાળો હતો




મંગળવાર, 15 માર્ચ, 2011

પરાયો - બાબુલ


અવાજ આ પરાયો  હોય છે
ડૂમો ગળે ભરાયો હોય છે
જુએ ન કોઈ વાટ છતાં
રસ્તો કાં અટવાયો હોય છે

બાબુલ 

શુક્રવાર, 11 માર્ચ, 2011

હું નથી હું


હું  નથી  હું 
હું  તો આ  છું 
ચાલે  એ મારી  પડખે 
ને  હું   જોઈ ના  શકું  
ક્યારેક  જેને  મળું  
તો  ક્યારેક  પાછો  ભૂલું 
હોય  જે  ખામોશ  જો  હું  વદું
કરે  એ માફ   જયારે  ઘૃણા  કરું
વિહરે  એ  બારે  જો  હું  ઘરમાં  રહું 
રે'શે  એ  અકબંધ  ખડો, હું  જો  મરું.

બાબુલ 
યુંઅન રામોન જીમેનેઝ (Juan Ramon Jimenez ) ના  કાવ્ય I am not I નો અનુવાદ 

મંગળવાર, 8 માર્ચ, 2011

અહં - બાબુલ


જીત્યા તો યે જુઓ પરાજય થયો છે
થઇ કબર ક્યાં ક્યાં મહાલય થયો છે
માથાનો સૂરજ  પણ ડૂબ્યો છે સાંજે 
ને અંધકાર જાણે નિરામય થયો છે 
છે મસ્ત આમ તો એકે એક પગલાં
ખયાલ એમનો જ શુરાલય થયો છે 
હતો જે ઉત્તુંગ ચોકમાં જે અડીખમ 
અહમ આ ખરેલ  દેવાલય થયો છે 
ઘૂંટ્યો છે જેને વિષ પિયાલા સમ
એ શબ્દ બાબુલ શિવાલય થયો છે 



બાબુલ ૨/૧૧  


સોમવાર, 28 ફેબ્રુઆરી, 2011

Sweetheart - Faruque Ghanchi


Sweetheart,

sweet as the song that resonates in skies

playing on a rainbow’s strings alight

as the dream that was dreamt in eyes

heart adores you each morn each night


Faruque Ghanchi

મારા પછી - બાબુલ

 મારા પછી પાપ સાક્ષી પુણ્યની આપશે મારા પછી એ કયા માપે મને માપશે મારા પછી એકદા અંધારશે વાદળો ચોમેરથી માવઠું ભારે અશ્રુ સારશે મારા પછી  ક્યાં ...