રવિવાર, 27 જૂન, 2010

અભિનંદન

ગુજરાતના અગ્રીમ સાક્ષર, વિવેચક, વિચારક અને ગુજરાતી વિશ્વકોશના અધ્યક્ષ, મુરબ્બી ધીરુકાકાનો આજે જન્મદિન છે. એમને ખૂબ શુભેચ્છાઓ. ધીરુકાકા વરેલા છે માનવ ઉત્કર્ષને - આજીવન . ઈશ્વર એમને દીર્ઘાયુ બક્ષે. એમના જીવનક્રમ અને જીવનકર્મને સંદર્ભે ઇંગ્લેન્ડના પ્રસિદ્ધ શાયર દીપક બારડોલીકરનો  એક શેર.

તિમિરને રજનીને અજવાળ્યા કરું છું
દીપક છું, ધરમ પાળ્યા કરું કરું છું

કોલાહલ - બાબુલ

છે વિષાદ અહીં પણ ત્યાં પણ
ના થઇ શકી હા ન ના પણ
નયન બસ એમ વરસી ગયાં
છાની ના રહી શકી પાંપણ
હતું ભરચક છેક સાંજ સુધી
ગયો સુરજ તો સૂનું આંગણ
જેના ખાતર ઘૂંટ્યા અક્ષર
એ દઇ ગયાં માત્ર આંટણ
ડૂબ્યો કોલાહલમાં 'બાબુલ'
તારી ના  શકી વાહવા પણ

બાબુલ

શુક્રવાર, 25 જૂન, 2010

या रब - સઈદ મુસાફિર

या रब किसी से छीन कर मुझ को खुशी न दे
जो दूसरों पे भार हो वो जिंदगी  न दे
 
सज़दे में ही पड़ा रहूँ दिन रात तेरे लेकिन
जिसमे दुआ न निकले वो बंदगी न दे
 
रहने  दे  ज़मीं पर ही उड़ना नहीं है मुझको
ज़ख़्मी हो जब परिंदे परवाज़गी न दे
 
साकी हो जाम भी हो महफ़िल हो शाम भी हो
पीकर कदम न बहके वो मयकशी न दे
 
दुश्मन के भंवर से तो वाकिफ हूँ मैं  मगर
साहिल पे जो डुबोये वो दोस्ती न दे
 
चलने दे "मुसाफिर" को तन्हा ही राह में
जो कांटे ही बिछाए वो रहबरी न दे
 
सईद "मुसाफिर"
१२ जून २०१०  

શનિવાર, 19 જૂન, 2010

સમજો તો

જુદા અભિગમ, જુદા પ્રમાણ, જુદી માન્યતાઓ, જુદી શૈલી સમાજ ને, સંસ્કૃતિને , સાહિત્યને ભાતીગળ કરે છે સમૃદ્ધ કરે છે. એ માટે જરૂરી છે સમજ... જો સમજ કેળવાય તો માણસ કેળવાય - સમાજ કેળવાય! ... સમજવા સમજાવવા અંગે ગાલિબનો આ શેર જોઈએ તો:
યા રબ વો ના સમઝે હૈ 
ન સમઝેંગે મેરી બાત
દે ઔર દિલ ઉનકો
જો ન દે મુઝકો જુબાં ઔર.

સૌજન્ય: ડૉ. દાઉદભાઈ ઘાંચી

આર્ટ ગેલેરી - બાબુલ

આર્ટ ગેલેરી
કેટલી યે
આંખોમાંથી ઉમટેલાં
ટોળાબંધ ગીધડાં
નફ્ફટ થઇ ટોચ્યા કરે છે
એક નિષ્પ્રાણ દેહને
વરસોથી
...
ખીટીથી ટીંગાવાની
ઈસુ યાતના
જીવતી રાખી છે
ચિતારાઓએ 
ઝળહળ દીવાલો પર
બાબુલ  
ડાર્લિંગટન -ઈસ્ટ કોસ્ટ ટ્રેન ૧૪/૬/૧૦ 

રવિવાર, 16 મે, 2010

જોગણ - બાબુલ

આંખ બહુ શરમાળ છે
હોઠને ય હડતાળ છે
જોગણનો ઠાઠ માદક
શું રૂપનો રસથાળ છે

બાબુલ
(૧૫/૫/૧૦ ના બાટલીના મુશાયરામાં રજુ કરેલ મુક્તક )

ગુરુવાર, 13 મે, 2010

દર્દ - બાબુલ

દરિયો કિનારાને તરસતો હશે
અમથો  વરસાદ કાંઈ વરસતો હશે 
હશે એને ય દર્દ કશુંક બહુ ભારે
મેઘો એટલે  જ તો ગરજતો હશે 

બાબુલ  
૮ .૪. ૧૦ ક્રાઈસ્ટચર્ચ

દુર્દાંત વજન-બાબુલ (ભાવાનુવાદ)

દુર્દાંત વજન [જો બધું જ ના કરી શકે તો કાંઇક પણ પ્રયત્ન કરવા વિશે જે કોઇ આત્મશંકા કરે છે એમને]  તમે કહો છોઃ જે કંઇ છે મારાં નાનાં મોટાં યત્નો...