એકલા છો : બાબુલ
ગામ આખા મહીં એકલા છો
પૂરતાં છો ભલે એકલા છો
જંગ જીતે ઘણાં એકલવીર
હાર માની ન લો એકલા છો
શાંત કોલાહલ થઈ જવાનો
શેર બીજા નથી, એકલા છો
આવવાનાં તમે કે હું આવું
હું અહીં આપ ત્યાં એકલા છો
આંખ ક્યારે બિડાઈ શી ખબર
દ્ર્શ્યની ઓ પાર એકલા છો
શ્વાસ છોડી જવાનાં બધાંનાં
પ્રાણવાયુ કહે એકલા છો?
'બાબુલ' હવે મળે ન મળે
છે દિવ્ય સાથ ક્યાં એકલા છો
બાબુલ
26 નવેમ્બર 19
27 માર્ચ 20
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો