હથેળી પર આખું ગગન રાખું છું
નયનમાં તારું ચમન રાખું છું
છે રૂપાળા નખશિખ સુંદર
મુલાયમ એવાં કવન રાખું છું
થઈ છે સૌભાગ્યની આ અસર
કે ભક્તિમાં મન મગન રાખું છું
ઉડી જઈશ ઘડીમાં હું પણ
બસ ઝાકળ જેવું વજન રાખું છું
વસી જાય જગત આપોઆપ
દિલમાં એવી લગન રાખું છું
આ સાત દરિયા પાર ‘બાબુલ’
ધબકતું મારું વતન રાખું છું
(ઇંટર સિટિ – 29 ઑગસ્ટ 08)
વાહ ક્યા બાત હે.
જવાબ આપોકાઢી નાખોઆ સાત દરિયા પાર ‘બાબુલ’
ધબકતું મારું વતન રાખું છું
આ ગઝલની કુમાશ અને નજાકત સ્પર્શી ગયાં.
છે રૂપાળા નખશિખ સુંદર
મુલાયમ એવાં કવન રાખું છું
Pancham Shukla
16 Dec
Define the VATAN, please.
જવાબ આપોકાઢી નાખોI have liked this, though.
Vipul Kalyani 17 Dec
It is the sense of Belonging.. isn't it? and I guess it is universal.
જવાબ આપોકાઢી નાખોFG 19 Dec
Sense of Belonging is the right spirit. I wish each of us, think likewise.
જવાબ આપોકાઢી નાખોVipul Kalyani
19 Dec
વતનનું આ ગીત ઘણું લાગણી ભરેલું છે.એની સાથે વણાયેલી લાગણીઓની નજાકત સમજવા જેવી છે.
જવાબ આપોકાઢી નાખોદાઉદભાઈ
17 Dec.