શુક્રવાર, 6 નવેમ્બર, 2009

આડે પડખે - 'આદિલ'

ક આત્મીય અને ખૂબ સાલસ દિલમાં વસતો માણસ એટલે 'આદિલ' સાહેબ! મારા અદના શબ્દપ્રયોજન ને પ્રોત્સાહન અને માર્ગદર્શન આપનાર એ નેકદિલ ઇન્સાનને હજુ એમની ગઝલો માં ધબકતા જોઈ શકાય છે. એમની કૃતિઓ પ્રેમની નજાકત અને જીંદગીની ગંભીર ફિલસુફી એવી સાહજીકતાથી વણી લે છે કે વાચક મોહિત થયા વિના ના રહી શકે. એમના કાવ્ય સંગ્રહ 'મળે ના મળે' માં અઢળક કાવ્ય સંપત્તિ ભરેલી છે. એમાંની એક કૃતિમાંથી ગમેલી ગઝલ પંક્તિ ઓ આદિલ સાહેબની મૃદુ યાદમાં..
કોઈ પણ નામ મનમાં ધારી લે 
એક અસ્તિત્વને સ્વીકારી લે 
.... 
એ નથી સારી કે નઠારી લે 
જીંદગી જેવી છે સ્વીકારી લે 
... 
લે આ યમરાજની સવારી લે 
બારણે તારા જો પધારી લે 
જો ચડી આખરી ધ્રુજારી લે 
તારા પડખામાં આવકારી લે 
આવતી કાલ શું થવાનું છે 
એ જરા આજથી વિચારી લે 
... 
... 
આડે પડખે કબરમાં થા 'આદિલ' 
લે હવે પગ જરા પ્રસારી લે .


'આદિલ' મન્સૂરી

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

દુર્દાંત વજન-બાબુલ (ભાવાનુવાદ)

દુર્દાંત વજન [જો બધું જ ના કરી શકે તો કાંઇક પણ પ્રયત્ન કરવા વિશે જે કોઇ આત્મશંકા કરે છે એમને]  તમે કહો છોઃ જે કંઇ છે મારાં નાનાં મોટાં યત્નો...