એક સદાબહાર શાયર ચૂપ રહેવાની રજૂઆત કરે એમાં જરૂર કોઈ ખાસ વાત હોવી જોઈએ. જ. 'સૈફ' પાલનપુરી નો મરતબો - સ્થાન - મોભો -ગુજરાતી ગઝલકારોની અવ્વલ - અગ્રીમ હરોળ માં છે. અહીં મુકેલી એમની એક ખુબ જાણીતી ગઝલમાં એમણે ભારોભાર પ્રણયરસ ભર્યો છે. એથી ઉપર જરા ધ્યાનથી જોઈએ તો ...મત્લાની આંખોને દરેક શેર ના જુદા દ્રશ્યો બતાવી મક્તામાં નજર ઝુકતા શબ્દોને હરામ કરાવી દે છે! એ જ તો છે 'સૈફ' at his best !આંખોથી લઈશું કામ હવે બોલવું નથી
રૂપાળું એક નામ હવે બોલવું નથી
યૌવનમાં એક રેશમી સાહસ કર્યું હતું
કેવું મળ્યું ઇનામ હવે બોલવું નથી
પૂછો ના પ્રીત મોંઘી છે કે સસ્તી દોસ્તો
ચૂકવી દીધા છે દામ હવે બોલવું નથી
લ્યો સમા પક્ષે 'સૈફ' નજર નીચી થઇ ગઈ
શબ્દો હવે હરામ હવે બોલવું નથી
'સૈફ' પાલનપુરી .."ઝરુખો"
સરસ.
જવાબ આપોકાઢી નાખોPancham Shukla