કોણ જાણે
વસંત ક્યાંથી આવી ગઈ
વનરાઈમાં
ન રવ ન પગરવ
બસ ચોતરફ મધુર કલરવ
મંદ ઝરણનો વેગ
ક્યાંથી વધી ગયો હશે?
ઝીણી ઝીણી ઝાલર વાગ્યા કરે મંદિરમાં
વનરાઈ ઝૂમી ઉઠે
ઉત્કંઠાના ફૂલોથી લચી પડી છે ડાળીઓ
વૃક્ષો સ્નેહ બનીને ઊભાં
પણ
વસંતને વનરાઈની ઉષ્માની ખબર છે?
આવકારનો એક ટહુકો કરી લે વનરાઈ
કહે
વસંત આવી જા
આવીને વસી રહે!
'બાબુલ’
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો