સોમવાર, 8 જૂન, 2009

જંગલ રાજ- 'બાબુલ’

એક હાથી જો શરાબી થશે
ખૂબ ખાના ખરાબી થશે
થઈ જશે જંગલ રાજ
વાંદરા ય નવાબી થશે
થશે ચકલીઓ કાબર
ને કાગડા ગુલાબી થશે
ઉંટિયા લેશે રાસડા
ને ગીધડા શબાબી થશે
વાઘ સિંહ શિયાળવા
તો મોરલા નકાબી થશે
અમથા આ કીડીબાઇ
પણ હાજર જવાબી થશે
માખ પડી બાટલીમા
'બાબુલ' બૌ ખરાબી થશે

'બાબુલ’

2 ટિપ્પણીઓ:

  1. માખ પડી બાટલીમા
    'બાબુલ' બૌ ખરાબી થશે
    Very nice gazal Babul..enjoyed
    I have upload tribute to Adil on Youtube please do visit...

    જવાબ આપોકાઢી નાખો
  2. modern humanistic culture ને જંગલ રાજ નો મોટો ભય છે.એક યા બીજા સ્વરૂપે એ રાજ ઘૂસે છે, વધે છે અને thrive થાય છે. એના forms અનેક છે જે છેતરે છે ને?
    માણસ ના અંદર રહેલું જંગલ રાજ દુર કરવા મથામણ કર્યાં કરવી પડશે. દરેક individual એ કરે એ જરૂરી છે. 'મારે શું?' એ attitude negative છે. "એકલો જાને રે" એ ટાગોર નો કોલ યાદ રાખવો રહ્યો. પછી વણઝાર લાગશે .
    હમ અકેલે હી ચલે થે , જાનિબે મંઝીલ , મગર ,
    લોગ સાથે આતે રહે, ઔર કારવાં બનતા ગયા !!!!!
    દાઉદભાઈ ઘાચી

    જવાબ આપોકાઢી નાખો

દુર્દાંત વજન-બાબુલ (ભાવાનુવાદ)

દુર્દાંત વજન [જો બધું જ ના કરી શકે તો કાંઇક પણ પ્રયત્ન કરવા વિશે જે કોઇ આત્મશંકા કરે છે એમને]  તમે કહો છોઃ જે કંઇ છે મારાં નાનાં મોટાં યત્નો...