શુક્રવાર, 6 માર્ચ, 2009

એક શ્રધ્ધા - ‘બાબુલ’

એક શ્રધ્ધા બસ એક ઈશ છે
અન્ય એની જ પેદાઇશ છે


તરી જશું સળંગ એને દોસ્ત
ભવ સાગર અજમાઇશ છે


સ્વપ્ન શિખર સંસાર સરગ
જોવા જેટલી ખ્વાહિશ છે


હાથ કરશું બુલંદીને પણ
આપણી એવી ગુંજાઇશ છે

હાથ ઝાલી દ્યો સીધે રસ્તે
બસ આટલી ગુજારિશ છે


ન ખોઇશ હામ ‘બાબુલ’
પયગમ્બરી સિફારિશ છે

2 ટિપ્પણીઓ:

  1. na khoish haam, 'Babul'
    payagambai sifaarish chhe'
    That's the spirit that keeps human beings on their toes to meet with all the challenges that arise in their path to make a difference in the situation, may be personal, professional, intellectual, social and what not.
    Dawoodbhai

    જવાબ આપોકાઢી નાખો
  2. Shaikh Adam Abuwala no pan ej spirit hato : Pugnacious and courageous. Shakespeare na play Macbeth ma main character Macbeth pan evoj nirdhaar vyakta karata kahe chhe:
    " Come one, Come all,
    This rock shall fly,
    As soon as I . "
    Dawoodbhai

    જવાબ આપોકાઢી નાખો

દુર્દાંત વજન-બાબુલ (ભાવાનુવાદ)

દુર્દાંત વજન [જો બધું જ ના કરી શકે તો કાંઇક પણ પ્રયત્ન કરવા વિશે જે કોઇ આત્મશંકા કરે છે એમને]  તમે કહો છોઃ જે કંઇ છે મારાં નાનાં મોટાં યત્નો...