શનિવાર, 5 સપ્ટેમ્બર, 2020

પીળા પત્રો - બાબુલ

 ફરી

એ જ પીળા પત્રો

જુની શ્યાહી, પણ

લીલી છમ્મ!

મોસમના

સતત બદલાતાં સત્રો

કોઈક  ધરડા પાન ઉપર

નસેનસ સંકોરી કોતર્યા કરે છે

સંદેશો

ઓતરાદી વાયરાના

ટાઢુકા વાયદામાં

એ પાન-

ઝૂલશે

ભૂલશે એ ભાન,

તૂટશે

ખૂટશે એ ડાળ પર

એ અંદેશો.

પછી

ખુલ્લાં એવાં ઝાડ

વચાળે 

ઊડાઊડ કરશે 

પીળા પત્રો

વગડે ખાલી ખમ્મ.

(એ)મને 

વાંચી શકાય તો 

વાંચો, મિત્રો.


બાબુલ

5 સપ્ટેમ્બર  20


શનિવાર, 15 ઑગસ્ટ, 2020

બુકાની - બાબુલ

 બુકાની


તું
રહે ખામોશ
યા વદે
પ્રત્યેક શ્વાસે ઉભરે છે
જે કંપારી
તારી
નવલી બુકાનીમાં
એ
અજબ અહેસાસ
જગાવે છે
મારાં મનમાં

---×--

સૌ
કહે છે
એ ગાળે છે
ચાળે છે, હવા
માન્યું!
કે ખાળે છે વ્યથા
કિન્તુ
બાળે છે દિલ
તારાં સુર્ખીલાં અધર આવરતી
બુકાની

--×--

નથી
પિછાની શકતો
એ
પ્રેમ છે કે ઘાત
ને આમ તો
છે એ
મારી જ જાત
બાંધી છે જેણે
જડબેસલાક
રુપાળી બુકાની.


બાબુલ
15 ઑગષ્ટ 2020

શનિવાર, 23 મે, 2020

હેવાયો - બાબુલ

હેવાયો - બાબુલ

હું  એમનો હેવાયો છું
છું એકલો ટેવાયો છું
જો ભાવતું સપનું આવે
બંધ આંખે દેખાયો છું
રોજ સહું હું જ સૂરજ
તું પાડ તો પડછાયો છું
છે ઝળહળ હજી મારામાં
છો અંધારે ઘેરાયો છું
ના સાંકળો બેડીઓથી
તુજ પ્રેમથી બંધાયો છું
છું આમ તો પુરબહાર પણ
જાતે ખુદમાં પૂરાયો છું
'બાબુલ' પ્રસરવાનો બધે
હજી ક્યાં કશે ફેલાયો છું?


બાબુલ
23 એપ્રિલ 2020


શનિવાર, 28 માર્ચ, 2020

એકલા છો : બાબુલ

એકલા છો : બાબુલ

ગામ આખા મહીં એકલા છો 
પૂરતાં છો ભલે એકલા છો 

જંગ જીતે ઘણાં એકલવીર 
હાર માની ન લો એકલા છો 

શાંત કોલાહલ થઈ જવાનો 
શેર બીજા નથી, એકલા છો 

આવવાનાં  તમે કે હું આવું 
હું અહીં આપ ત્યાં એકલા છો 

આંખ ક્યારે બિડાઈ શી ખબર 
દ્ર્શ્યની ઓ પાર એકલા છો 

શ્વાસ છોડી જવાનાં બધાંનાં 
પ્રાણવાયુ કહે એકલા છો?

'બાબુલ' હવે મળે ન મળે 
છે દિવ્ય સાથ ક્યાં એકલા છો 

બાબુલ 
26 નવેમ્બર 19
27 માર્ચ 20

આંકડો --- બાબુલ

આંકડો


એમણે ઘોષણા કરી
એક અન્ય બીમાર વૃધ્ધનું પાછલી રાત્રે મૃત્યુ થયું છે
આમ તો મારે ઝાઝી ફરિયાદ નથી
કિન્તુ
આ સૌ ઠંડાગાર આંકડાંમાંનો એક બીજો આંકડો?
ઘડપણની સાવ  નિર્મૂલ્ય અવહેલના? 
નિસ્પૃહા:
એ આત્માએ વરસો સહેલી
દર્દોની અગણિત પીડાઓ
- પરંતુ
ધબકતા હાર્દનું બંધ થવું
એટલે બીજી કેટલીય શક્યતાઓનો જન્મ
ઉપકરણો, ઈલાજ
...
કોઈ જિંદગીનો ભરોસો નથી
છતાં
એ હજુ એ કહ્યે જાય છે
એક વૃદ્ધ માત્રનું મૃત્યુ થયું છે.

બાબુલ 

મંગળવાર, 10 માર્ચ, 2020

Elderly - Babul

# elderly

And they said
another elderly with multiple comorbidities died overnight.
I don't have much to complaint about
but for the cold statistics, a mere number
and the worthlessness of being old,
the disregard
for the agony of multiple ailments that this soul endured.
But
as the switching off
of a beating heart
frees up possibilities, resources.
Life can not be guaranteed, no more.
They still keep on repeating...
only an elderly has died.

Babul

શનિવાર, 4 જાન્યુઆરી, 2020

ફરી પાછા - 'બાબુલ'


ભર્યા તડકામાં અચાનક વિખરાઈ જવાનું
નથી સમજાયું આજ તક વિસરાઈ જવાનું
જવા દો કે પડછાયા ફરી પાછા સંભારશે
જરાક જમીન મળી કે બસ પથરાઈ જવાનું
થઈ ગયાં છે ભીનાં  વદન પાદર ઉપર
ફરી બસ બેડલું  ઘેલું છલકાઈ જવાનું
એ એમ ઢાળી દે છે નજર મળ્યા પછી
કાજળ  મઢી આંખને શરમાઈ જવાનું
હોઠ પર છો ને લખી સનાતન ચુપકીદી
ભલા પળમાં હઇયું  ભીનું પરખાઈ જવાનું 
સખી ઝુલ્ફો તમારી વેલ  રાતરાણી શી
કશે વરસે મેઘ મોઘમ વિટળાઇ જવાનું
ઘડીભર તો એમનું મલકવું ખૂબ લાગે  
ઉતાવળમાં પછી 'બાબુલ' ગભરાઈ જવાનું

મારા પછી - બાબુલ

 મારા પછી પાપ સાક્ષી પુણ્યની આપશે મારા પછી એ કયા માપે મને માપશે મારા પછી એકદા અંધારશે વાદળો ચોમેરથી માવઠું ભારે અશ્રુ સારશે મારા પછી  ક્યાં ...