સોમવાર, 23 ઑગસ્ટ, 2010

મુક્તક - બાબુલ

તરંગ થઇ શમણાં વહ્યા હશે
પવન થઇ તરણા સહ્યા હશે
નયન મહિ હરણા રહ્યાં હશે
ગઝલ મહિ ઝરણાં કહ્યા હશે
બાબુલ 

રવિવાર, 8 ઑગસ્ટ, 2010

તારી અસરમાં - મનોજ ખંડેરિયા

આ ગઝલમાં એકલતાનો અહેસાસ ઠાંસોઠાંસ ભરેલો છે. બાહ્ય અને આંતરિક ખાલીપો કેવી ઉદાસી સર્જે છે, કોઈક  કે કશાકની ઉણપ એકલા પડતાંની સાથે જ કેવી અચાનક ફૂટી નીકળે છે અને માનસને ઘેરી વળે છે એની સંવેદના સર્વશ્રી  મનોજ ખંડેરિયાએ આબેહૂબ કંડારી છે આ પંક્તિઓમાં... 


તારી અસરમાં સાવ અટુલા પડી ગયા
ભરચક નગરમાં સાવ અટુલા પડી ગયા
છે કાફલો ને જાણે નથી કાફલામાં કોઇ
આખી સફરમાં સાવ અટુલા પડી ગયા
ન્હોતા અટુલા કિન્તુ અટુલા થશું તો શું ?
શું ડરમાં સાવ અટુલા પડી ગયા
આત્મીયતા દીવાલ પરથી ખરી પડી
મસમોટા ઘરમાં સાવ અટુલા પડી ગયા
કાયમી કસૂંબી ડાયરે જેના દિવસો વીત્યા
આજે કબરમાં સાવ અટૂલા પડી ગયા

મનોજ ખંડેરિયા 

શનિવાર, 31 જુલાઈ, 2010

જન્મદિન મુબારક



આજ ગુજરાતના જાણીતા કેળવણીકાર, વિચારક અને ઉત્તર ગુજરાત યુનિવર્સીટીનાં પૂર્વ કુલપતિ  (અમારા પિતાશ્રી) ડૉ.દાઉદભાઈ ઘાંચીનો જન્મદિન છે, એમને ખૂબ હાર્દિક શુભેચ્છાઓ. એમના સ્વસ્થ દીર્ઘાયુની દુઆઓ સહ આ મુક્તક એમની એક ટચૂકડી ઓળખાણ-  

ના અછત કોઈ દિ ના તો છત નડી છે
આકાશ પ્રસરે એમ  નજર ઘડી છે
આ ખડક ખીણ ને પહાડ વળોટીને
નીકળ્યા અમે ત્યાં પગથી પડી છે. 
બાબુલ 
૩૧ જુલાઈ ૨૦૧૦  

સોમવાર, 26 જુલાઈ, 2010

સૂરજ

સૂરજને હેરાન કરવાની એક તક
વાદળી રાતનો અંધકાર એ શક
બાકી સૂરજ સરકાર, સૂરજ મુલક
પછી ઉજાસ અંગે આપણો શો હક 

બાબુલ (૧૯૮૬)

મંગળવાર, 20 જુલાઈ, 2010

કુછ ન કહેં - કબીર

રોજબરોજનાં વ્યવહારની વ્યાધિઓ , ઉપાધીઓ ટાળવા કબીરજી કહેં છે :


जा ही मुरख दुरजन मिले
ता ही सैन करें

जा ही न समजे सैन में
ता ही बैन कहे

जा ही न समजे सैन बैन
ता ही कुछ न कहे

कबीर

સૌજન્ય : ડૉ. દાઉદભાઈ ઘાંચી

સૈન - સાન
બૈન - વાણી

શુક્રવાર, 16 જુલાઈ, 2010

પર્યાપ્ત છું - બાબુલ


અન્ય છું હું અને હું જ આપ્ત છું
 અહીં ત્યાં ને બધે જ  વ્યાપ્ત છું
છું આખર આરંભ ને પર્યાય હું
છે શ્રદ્ધા તો હું જ પર્યાપ્ત છું 


બાબુલ

શિપલી ૧૬ જુલાઈ

શનિવાર, 10 જુલાઈ, 2010

આવજાવ - બાબુલ

થઇ ગયું એવું આ આવજાવમાં
પેસી ગયું અન્ય મુજ સ્વભાવમાં
હતાં કિનારા સમ જે અડીખમ
ધોવાઈ ગયાં એ ય પ્રવાહમાં
ભૂલી પડે તો કેડીને  પૂછજે
નદી જેવી કેમ છે તું દેખાવમાં
બસ એમ છોડી ના જા તું મને
તું જ નીસરે છે પછી આહમાં 
હતો 'બાબુલ' જેવો જે માણસ
કેવો થઇ ગયો એ પ્રભાવમાં

બાબુલ 
      લીડ્સ  ૧૪/૬ ૧૦

દુર્દાંત વજન-બાબુલ (ભાવાનુવાદ)

દુર્દાંત વજન [જો બધું જ ના કરી શકે તો કાંઇક પણ પ્રયત્ન કરવા વિશે જે કોઇ આત્મશંકા કરે છે એમને]  તમે કહો છોઃ જે કંઇ છે મારાં નાનાં મોટાં યત્નો...