શુક્રવાર, 26 જૂન, 2009

વિષાદ - 'બાબુલ’

છે વિષાદ
અહીં પણ ત્યાં પણ
ત્યાં
શુષ્ક ધરાના શોષ સમ શોક
ને
ઘેરાયેલા ગમની મુશળધાર હેલી
ઘડી બે ઘડી
...
અહીં
પાનખરના પ્રત્યેક પર્ણ પતનની પીડ
ને
ઢગમાં વરસેલ ગમ
બરફ થઈ થીજે
લાંબી અંધારી રાતમાં
સતત
અવિરત.

'બાબુલ'
કાવ્ય સંગ્રહ 'અસર'માંથી

રવિવાર, 21 જૂન, 2009

માર્ગ માણસ લગ નો - ગૌરાંગ ઠાકર

આ નગરને એમ વિકસાવો હવે
માર્ગ માણસ લગ નો બંધાવો હવે
સાંકડા રસ્તા ગલી તો ચાલશે
ઘરમાં ભીંતો મનની તોડાવો હવે

ગૌરાંગ ઠાકર

સાન આવે નહીં ઠેકાણે 'અદમ'

અદમ ટંકારવી એ એક સિદ્ધ શબ્દ શિલ્પી અને નિપુણ શાયર છે. એમની શૈલી સરળતાથી સૂક્ષ્મતમ્ વાત વણી લેવાની ક્ષમતા રાખે છે. .. એ કહે છે...

શબ્દમાં શંખ જેવું વાગે છે
અર્થના દેવા તો ક્યાં જાગે છે
સાન આવે નહીં ઠેકાણે 'અદમ'
ઠોકરો તો અનેક વાગે છે


અદમ ટંકારવી

સોમવાર, 8 જૂન, 2009

જંગલ રાજ- 'બાબુલ’

એક હાથી જો શરાબી થશે
ખૂબ ખાના ખરાબી થશે
થઈ જશે જંગલ રાજ
વાંદરા ય નવાબી થશે
થશે ચકલીઓ કાબર
ને કાગડા ગુલાબી થશે
ઉંટિયા લેશે રાસડા
ને ગીધડા શબાબી થશે
વાઘ સિંહ શિયાળવા
તો મોરલા નકાબી થશે
અમથા આ કીડીબાઇ
પણ હાજર જવાબી થશે
માખ પડી બાટલીમા
'બાબુલ' બૌ ખરાબી થશે

'બાબુલ’

બુધવાર, 27 મે, 2009

બેપરવા તબીબ

થૈ ગયા છે તબીબ બેપરવા
ચેન દર્દીને દિન રાત નથી
દુ:ખ છે નહિતર કયું આ દુનિયામાં
જેનો ‘દીપક’ કશો ઇલાજ નથી
દીપક બારડોલીકર

દીપક બારડોલીકર

બ્રિટનના એક ખ્યાતનામ શાયર જ. દીપક બારડોલીકરની રચનાઓ ખૂબ બારીક અવલોકને આલેખાયેલી હોય છે. નીચેના શેરમાં એમની શૈલી રોમાંચમાંથી બહુ જ સાહજિકતાથી માર્મિક નિવેદન સુધી પહોંચે છે...

આવ્યો પગલાં સૂંઘતો પરદેશમાં
યાદનો એક કાફલો પરદેશમાં
છે હજી ખ્યાલોમાં કોઇનું લલાટ
છે હજી એક ચાંદલો પરદેશમાં
...
દોસ્ત તું પહેરી લે ઝભ્ભો ધર્મનો
લૂંટનો છે લાડવો પરદેશમાં

દીપક બારડોલીકર

શનિવાર, 16 મે, 2009

કલ્પનો - 'બાબુલ’

હણહણ્યા કલ્પનો અશ્વ શા
પાંખ પ્રસારી ઉભા વસવસા
ઝબુકતા દીપની હુંફ જરા
પડછાયા દીર્ઘ મન હ્રસ્વ શા

'બાબુલ'

મારા પછી - બાબુલ

 મારા પછી પાપ સાક્ષી પુણ્યની આપશે મારા પછી એ કયા માપે મને માપશે મારા પછી એકદા અંધારશે વાદળો ચોમેરથી માવઠું ભારે અશ્રુ સારશે મારા પછી  ક્યાં ...