શનિવાર, 4 મે, 2013

ગઝલ- અમૃત ઘાયલ



સદ્ધર બનાવીએ અતિ ધરખમ બનાવીએ,
નતમસ્તકોને ઊંચકી અણનમ બનાવીએ.

ખુશ્બોની યાને મહેકની મોસમ બનાવીએ,
આલમથી ભિન્ન આપણી આલમ બનવીએ.

આ પ્રેમનીય હોવી ઘટે ઇષ્ટ યોજના,
અભ્યાસ જેમ પ્રેમનો પણ ક્ર્મ બનાવીએ.

જેની જગતમાં ઉપમા કશે પણ મળે નહીં,
જીવન ગતિને એવી અનુપમ બનાવીએ.

આપસમાં મેળ હોય તો વમળોની શી વિસાત!
'મનમેળ'ને જ નાવનો માલમ બનાવીએ.

એ રામભક્ત હો કે હો બંદો રહીમનો,
હમદર્દ હોય એમને હમદમ બનાવીએ.

'ઘાયલ'- જે ઘાવ શત્રુનાયે રૂઝવી શકે,
એક એવો લેપ યાને કે મરહમ બનાવીએ.

બુધવાર, 3 એપ્રિલ, 2013

છે કાંઈ જુદું -બાબુલ

છે કાંઈ જુદું હવે ચાલમાં
ખોવાઈ જાતે આજ કાલમાં
કોઈ તો બતાવે કે કેમ રે
લાગે મને ઓછું વ્હાલમાં
ત્યાં સૂકાય છે ભીનાં આંસુ
રહેતું સ્મિત ક્યારેક ગાલમાં
હતી આશા જેના જવાબની
કેવાં મુંઝાયા એ સવાલમાં
કેવી રીતે કહું કે 'બાબુલ'
ના પડજે તું આ બબાલમાં


બાબુલ

શનિવાર, 2 માર્ચ, 2013

રોગ - બાબુલ

નિર્લજ વીર્યતા
અર્થાત
પ્રવૃત્ત દાનવતા
સાક્ષાત!
સ્ત્રી:
ઉપયોગ યા ઉપભોગ
ફ્રી
પુરુષાતન - રોગ

બાબુલ  

રવિવાર, 10 ફેબ્રુઆરી, 2013


ગોલ્ડફીશ

તારા આ શહેરી ફ્લેટમાં
કાચની દીવાલો ચકચકિત
ને  ઝળહળતી છત ભેટમાં
...ક્યાં  છલકે પાદરનું અતીત ?

બહાર હવા અડપલાં કરતી
બાવલાં પડતાં છોભા
હું માંહે માંડ તરતી
માત્ર થઇને  શોભા 

તેં જ દીધા રૂપ - ઈશ
ને કીધી નક્કી  નિયતિ:
સ્ત્રી -પરી- ગોલ્ડફીશ
મનોરંજન કાજ જીવતી 

તારા વિશ્વની મૂંગી ચીસ
હું બસ -સદા ઝૂકતું  શિશ

બાબુલ 




રવિવાર, 23 ડિસેમ્બર, 2012

પ્રેમ -બાબુલ

પ્રેમ
એટલે આપોઆપ ચાલતા શ્વાસ
સ્વયં ધબકતું હૃદય જેમ
યા ઉદધિ - જેનો નીકળે નહિ ક્યાસ

સખી
વિસ્તરતા  આભની કથા  
નૈને કવિતામાં  લખી
આ જ મીઠી વ્યથા

સ્નેહ
તાજો સ્વાદ ભીની ધરાનો
ધોધમાર ક્યાંક, રોજ ઝરમરિયો મેહ
કલરવ મધુર લીલી કંદરાનો

હું જ
કલ્પન, સ્વપ્ન ને સાંખતો
ને રક્તના  કણ કણમાં  તું જ
જીવ, તને ખુદમાં રાખતો

પ્રેમ  
સખી
સ્નેહ
તું  જ  

બાબુલ 




શનિવાર, 15 ડિસેમ્બર, 2012

હાઇકુ - બાબુલ

રસ્તો ખોવાયો 
આવ્યો સંદેશ આવો
ઘર આંગણે
---

પાડીને રૂપ 
બહુ  જ હરખાયો
કાળો બરફ
---

બરફ વિના
થર થર ધ્રૂજ્યા
પીળાં પાંદડાં 

બાબુલ 

શુક્રવાર, 23 નવેમ્બર, 2012

માણસ - 'બાબુલ’


ન મારા માણસ ન તારા માણસ
લઇ આવ બે ચાર સારા માણસ
થઈ જાશે ટોળું બસ ઘડી ભરમાં
ન કર તું ભેગાં વધારા માણસ
બાબુલ 

દુર્દાંત વજન-બાબુલ (ભાવાનુવાદ)

દુર્દાંત વજન [જો બધું જ ના કરી શકે તો કાંઇક પણ પ્રયત્ન કરવા વિશે જે કોઇ આત્મશંકા કરે છે એમને]  તમે કહો છોઃ જે કંઇ છે મારાં નાનાં મોટાં યત્નો...