રવિવાર, 10 ફેબ્રુઆરી, 2013


ગોલ્ડફીશ

તારા આ શહેરી ફ્લેટમાં
કાચની દીવાલો ચકચકિત
ને  ઝળહળતી છત ભેટમાં
...ક્યાં  છલકે પાદરનું અતીત ?

બહાર હવા અડપલાં કરતી
બાવલાં પડતાં છોભા
હું માંહે માંડ તરતી
માત્ર થઇને  શોભા 

તેં જ દીધા રૂપ - ઈશ
ને કીધી નક્કી  નિયતિ:
સ્ત્રી -પરી- ગોલ્ડફીશ
મનોરંજન કાજ જીવતી 

તારા વિશ્વની મૂંગી ચીસ
હું બસ -સદા ઝૂકતું  શિશ

બાબુલ 




2 ટિપ્પણીઓ:

  1. https://www.facebook.com/groups/glauk/permalink/391519467613279/?notif_t=like

    જવાબ આપોકાઢી નાખો
  2. વાહ...બાબુલજી,
    બહુ સુક્ષ્મભાવે સરસ શબ્દચિત્ર કંડાર્યું...-અભિનંદન.
    આપણે પ્રથમ વખત મળીએ છીએ, મારી ગઝલો માણવા નિમંત્રણ-આશા છે આપને ગમશે. પધારો...www.drmahesh.rawal.us પર.

    જવાબ આપોકાઢી નાખો

આપણે - બાબુલ

ક્યાંક લોકો મરે છે આપણે ચુપ રહો  દુનિયા જોયા કરે છે આપણે ચુપ રહો  આભ આખું લગાવે આગ ચોગમ અહીં  ખાક પાણી ભરે છે આપણે ચુપ રહો ભૂખ તો ક્યાં ય ખો...