રવિવાર, 10 જાન્યુઆરી, 2010

ખૂબ ગમી'તી વસંત મને - બાબુલ

 શાર્લોટ મ્યુ (Charlotte Mew નું કાવ્ય I so liked Spring એક ભાવવાહી રચના છે. અહીં એનો મારો અનુવાદ પ્રસ્તુત કર્યાનો આનંદ છે.આશા છે કે આપ ને એ ગમશે.


ખૂબ ગમી'તી મને પોરની વસંત 

કેમકે તમે હતા અહીં; _
ને  કોયલ પણ_
જેના મધુર ગાન હતા તમને પસંદ_
 કેટલા વ્હાલા હતા તમે મને
...ઓણની વાત જ છે જુદી,_
નહી સ્મરું હું તમને
પણ  છે છેવટ એ ય વસંત એથી 
હું ગમાડીશ  એને એમ 
ઓલી કોયલની જેમ    


કાવ્યાનુવાદ - બાબુલ




શનિવાર, 9 જાન્યુઆરી, 2010

कुछ कम है - शहरयार

હરયારના શેર ચોટદાર હોય છે.  દર્દ ઘૂંટીને રચેલી એમની આ ગઝલ હૃદયસ્પર્શી છે. ઉદાસીને- ગમને ઓછો કરવાનો ઉપાય શું? સમય સાથે એમાં પણ ઘસારો આવે જ છે ને? ઉદાસીથી ટેવાતા જવું એ જ કદાચ જિંદગી છે- શાયર માટે. 

ज़िन्दगी जैसी तमन्ना थी नहीं कुछ कम है
हर घड़ी होता है एहसास कहीं कुछ कम है
घर की तामीर तसव्वुर ही में हो सकती है
अपने नक़्शे के मुताबिक़ ये ज़मीं कुछ कम है
बिछड़े लोगों से मुलाक़ात कभी फिर होगी
दिल में उम्मीद तो काफ़ी है यक़ीं कुछ कम है
अब जिधर देखिये लगता है कि इस दुनिया में
कहीं कुछ चीज़ ज़ियादा है कहीं कुछ कम है
आज भी है तेरी दूरी ही उदासी का सबब
ये अलग बात कि पहली सी नहीं कुछ कम है 
शहरयार
तामीर = પાયો
तसव्वुर = વિચાર, સ્વપ્ન
मुताबिक़ = પ્રમાણે, માફક
उम्मीद = આશા
यक़ीं = વિશ્વાસ
सबब = કારણ

સોમવાર, 4 જાન્યુઆરી, 2010

કેમ કરી ચિત્કારું - બાબુલ/ How do you Scream? Renia Piskozub

 'Locked in syndrome'  એ એક ખૂબ હૃદયદ્રાવક  નાના મગજની બિમારી છે જેમાં દર્દી માટે  સંપૂર્ણ રીતે સભાન સચેત હોવા છતાં વાતચીત કરી શકાતી નથી.આવા દર્દીની મનોસ્થિતિ ઉપર રેનિયાનું કાવ્ય How do you Scream? રચાયેલું છે. એનો મારો ભાવાનુવાદ અને એ કાવ્ય અહીં પ્રસ્તુત છે... 


 કેમ કરી ચિત્કારું હવે, તમે બતાવોને મને
કેમ કરી ચિત્કારું કે કોઇ સુણે, સમજે 
ઠાંસે છે ઉદ્વેગ શબ્દને, ભીડાયેલ- તત્પર ઓષ્ટ પરે
કહેતા કહે તો વ્યાધિના ઘોડાપુર વહે
કેમ કરી ચિત્કારું, કેવાંક સાદે કે કોઇ સુણે, સમજે
છે મનમાં મારા ફાટફાટ ઉર્મિઓની ધાક થોક્બંધ
(પીડ, આવેશ, ક્રોધ, ડર)
શીદને મને ના સુણો તમે, શીદને છો અંધ?
કેમ કરી ચિત્કારું, કેટલાં વરસો લગી
રહી યત્નમાં પહોંચવા તમ લગી
હસવા, રડવા, દિલને ઠલવવા, મળવા તને
એ હું તો છું, પહેલાની હું,જરા નજદીકથી પરખને
ચિત્કારી પણ ના શકું ને વીતતા વરસોની મંદી
નિશ્ચલ, હું મારી ઇન્દ્રિયોના બિબાંમાં બંદી
રોજ આ બિસ્તરથી ખુરશી અને સ્નાનથી શૈયા બસ એ કામ
શબ્દો નથી કરતા તંગ હવે મને, પુરતો છે આરામ
નથી ચિત્કારવું મને હવે, શુ બાકી છે કહેવા બહાર
કે એ ઘડીની રાહ છે કરું ખારવાને જુહાર
ધુમ્મસિયા ઓછાયા શુ સ્વપ્ન એક ઉધાર
આવ ભલે ઓ શીત નિંદ્રા, હું સાંભળું તવ ચિત્કાર
બાબુલ  Faruque Ghanchi 3/1/10







How do you Scream?

How do you scream, come now - show me?
How do you scream for it to be heard?
Rage forces words through tight sinews ready
To vent as a barrage for all to disturb
How do you scream, how loud to be heard?
Emotion blasting, so deafening, so much in my mind
Pain; passion; anger; fear
Why can’t you hear me, why are you blind?
How do you scream? For how many years
I’ve tried to reach out to you and more
To engage; to express; to laugh; to cry
It’s me, come closer, I am here as before
Can’t scream and the years slip by
Motionless, a prisoner in my organic cast
Daily from bed to chair and bath to bed
No longer do words strain, am able to rest
Don’t want to scream, what’s left to say?
As I await the hour and the ferryman to pay
Through the mist - a shape or perhaps a dream
Welcomed now cold sleep and I just hear you scream




Renia Piskozub
4 December 2009

શુક્રવાર, 1 જાન્યુઆરી, 2010

हाल अच्छा है - सईद पठान

मेरे शेर और मिर्ज़ा ग़ालिब की ग़ज़ल के वाबस्ता शेर ज. सईदसाब ने भेजा है ... वो अर्ज़ करते है :   


मेरी हर बात को  उल्टा वो समज लेते है
अबके  पूछे तो कह दूंगा हाल अच्छा है



सईद पठान (यु एस ए )

ख्याल अच्छा है - ग़ालिब

દેખો અગર ગૌર સે તો હર હાલ અચ્છા હૈ
શુક્ર અય રબ  તેરા હર કમાલ અચ્છા હૈ
હૈ અભી તક ઈમાન તો જાહિર હૈ યે  
પુરાને સે 'બાબુલ' નયા સાલ અચ્છા હૈ 
બાબુલ 1/1/2010



अच्छे इन्सां हो मरीज़ोंका ख़याल अच्छा है
हम मरे जाते है  तुम कहेते हो हाल अच्छा है

इनको देखे से जो आ जाती है मुंह पर रोनक
वो समज़ते है की बीमारका  हाल अच्छा है

कतरा दरियामे  मिल जाये तो दरिया हो जाये
काम अच्छा है जिसका मआल अच्छा है

हम को मालूम है जन्नतकी हकीकत लेकिन
दिल  को  खुश  रखनेको  'ग़ालिब' ख्याल  अच्छा  है  


कतरा = drop
मरीज़ों = patients
मआल  = result

ગુરુવાર, 31 ડિસેમ્બર, 2009

Happy New Year! ફરી - બાબુલ

ફરી મળવાની પાતળી એક ક્ષણ હોય
સહુ ને સહિયારું એક આમંત્રણ હોય
નવી સવાર  નવા તેજ  નવ કલ્પનો 
નવા ગીત ને નવા અવતરણ હોય 
બાબુલ  

રવિવાર, 27 ડિસેમ્બર, 2009

શરમાળ પ્રિયાને - એન્ડ્રુ માર્વેલ



એન્ડ્રુ  માર્વેલ ની ' My coy mistress' એક ખુબ જાણીતી કાવ્યરચના છે... પોતાની પ્રેયસીને અનુબોધિત આ રચના નો ભાવાનુવાદ સર્વશ્રી ધીરુભાઈ ઠાકર સાહેબે લંડન ખાતે મારા કાવ્યસંગ્રહ 'અસર'ના વિમોચન સમારંભમાં રજુ કરી શ્રોતાઓને  મંત્રમુગ્ધ કરેલા. અહીં એ ભાવાનુવાદ પ્રસ્તુત છે... વધુ એક વર્ષ પૂરું થવાને છે ત્યારે એન્ડ્રુ માર્વેલ વર્ણવે છે એમ જિંદગીના લોહદ્વાર સાથે ઝીંક લઇ જીવન ને સમૃદ્ધ કરવા પ્રતિબદ્ધ થઇએ અને પ્રેમ વહેંચીએ!
પ્રિયે આપણી પાસે પૂરતી લાંબી જિંદગી હોત
ને સમય હોત
તો તારી આ રિસાળ પ્રકૃતિને 
હું દોષ ન દેત
તો આપણે ક્યાં જવું 
અને પ્રણયનો સુદીર્ઘ કાળ કેવી રીતે વ્યતીત કરવો
તેનો નિરાંતે બેસીને વિચાર કરત
તું
ગંગાને કિનારે 
કિંમતી પથરા શોધતી હોત,
ને હું
હમ્બરને કિનારે રહ્યો રહ્યો 
અનુનય કરતો હોત.
દસ વરસ લગી
હું તારા પ્રણયની માંગણી કર્યા કરત
અને તું એની અનંતકાળ લગી ના પાડ્યા કરત
....
સો વર્ષ લગી
તારા નયનોની સ્તુતિ કરતો
હું તારા લલાટ પર મીટ માંડી રાખત
પ્રત્યેક પયોધારની પૂજામાં બસો વર્ષ ખર્ચી નાખત
બાકીના અંગોની પ્રશસ્તિ માટે ત્રણ હજાર વર્ષ  આપત 
એક એક અંગને નિદાન એક એક યુગ અર્પણ કરત
અને છેલ્લા યુગમાં
તારા હ્રદયના દ્વાર ખુલત
પ્રિયતમે, તું આ પ્રશસ્તિ પ્રાપ્ત છે
એનાથી સહેજ પણ ઓછો મારો તારે માટે પ્રેમ ન હોત
પ...ણ
મારી પાછળ 
વેગે ધસી આવતા સમયના રથનો ખડખડાટ
હું સાંભળું છું
આપણી સામે અનંતતાનું રણ
અફાટ વિસ્તરીને પડ્યું છે
પછી તારા સૌદર્યનું નામોનિશાન નહિ હોય
પછી તારી કબરના આરસમય ઘુમ્મટમાં
મારું ગીત નહિ સંભળાય 
પછી તો  કીટકો તારા ચિરરક્ષિત કૌમાર્યનો
ઉપભોગ કરશે
તારું અભિમાન ધૂળમાં મળી ગયું હશે
મારી કામનાની ભસ્મ ઉડતી હશે.
કબર સરસ એકાંત સ્થળ છે
પણ, હું ધારું છું, કોઇ કોઇને ત્યાં આશ્લેષ આપતું નથી
માટે હે સુંદરી
તારી કાયા પર
પ્રભાતના ઝાકળબિંદુ  જેવો
યૌવનનો રંગ બેઠો છે 
અને તારા હૃદયના પ્રત્યેક છિદ્રમાંથી 
જુવાનીનો જુસ્સો પ્રગટી રહ્યો છે 
તો...
વખત છે, ત્યારે, ચાલ,
આપણે આનંદ ખેલ ખેલી લઈએ 
અને સમયના મુખમાં
ધી..મેં... ...ધી..મેં 
કોળિયો બની જઈએ 
તેના કરતા
અત્યારે જ ક્રીડારત ક્રૌંચની માફક
આપણે એક સપાટે તેનો શિકાર બની જઈએ.
ચાલ, અલબેલી, આપણા તમામ સામર્થ્ય 
અને માધુર્યનો ગોળો વાળી દઇએ
પછી જિંદગીના લોહદ્વાર સાથે ઝીંક લઈને 
આનંદ ઝડપીએ 
એમ કરીને
જો કે ...
સમયની ગતિને થંભાવી નહિ શકીએ 
પણ એને દોડાવી જરૂર શકીશું.
---
To His Coy Mistress  Andrew Marvell (1621-1678) નો ભાવાનુવાદ  

મારા પછી - બાબુલ

 મારા પછી પાપ સાક્ષી પુણ્યની આપશે મારા પછી એ કયા માપે મને માપશે મારા પછી એકદા અંધારશે વાદળો ચોમેરથી માવઠું ભારે અશ્રુ સારશે મારા પછી  ક્યાં ...