મંગળવાર, 10 ફેબ્રુઆરી, 2009

નફ્ફટ---‘બાબુલ’

શબ્દ જો કે સંભળાતા નથી
અક્ષર તો યે અકળાતા નથી
કોણે કોતર્યા હશે અધર પર
અર્થ કેમે ય સમજાતા નથી
નયન થયાં છે વ્રુધ્ધ છતાં
સુર્ય ક્યાંય અથડાતા નથી
ગંભીર છે મામલા તમામ
પાગલ છે ગભરાતા નથી
ખરી ગયા પીળાં પાન સૌ
કાગળ છે કરમાતા નથી
લીધે જાય નામ ‘બાબુલ’
નફ્ફટ છે શરમાતા નથી
8/6/8 (એમ 6)

શુક્રવાર, 6 ફેબ્રુઆરી, 2009

कभी देखा था आदमी और सो गए थे हम
जागे तो देखा इन्सान बदल गया

ગુરુવાર, 5 ફેબ્રુઆરી, 2009

ભીની સવારે--- ‘બાબુલ’

ભીની સવારે મેડી માથે પંખીએ ગીત ગાયું
અધખુલી આંખમાં એનું સપનુ મધુર આયું

ઝરમર ઝરમર વાદળીઓએ ભીંજવ્યું લીલું ઘાસ
પ્રેમ ભરીને નાચ્યું પછી ત્યાં ગુલાબી આકાશ

એને વળગવા સાગરનું યે મન બહુ લોભાયું
ભીની સવારે મેડી માથે પંખીએ ગીત ગાયું
લાગે આજે સ્નેહનો અવસર હશે કોઇ ખાસ
મેઘધનુષે પાડી આપ્યા લ્યો સતરંગી ચાસ
પ્રિયા તારી હેત નજરથી હૈયું ખૂબ હરખાયું
ભીની સવારે મેડી માથે પંખીએ ગીત ગાયું

મંદ લહેરો લઇ આવી ઉંબરે સરોવર ભરી સુવાસ
વંડી ઠેકી આવિયો ઘરમાં વ્હાલુડો ઉજાસ

છેક ઝરૂખે આવી જાણે સ્મિત પછી શરમાયું
ભીની સવારે મેડી માથે પંખીએ ગીત ગાયું

મારા પછી - બાબુલ

 મારા પછી પાપ સાક્ષી પુણ્યની આપશે મારા પછી એ કયા માપે મને માપશે મારા પછી એકદા અંધારશે વાદળો ચોમેરથી માવઠું ભારે અશ્રુ સારશે મારા પછી  ક્યાં ...