જો મારું ચાલે તો
પ્રત્યેક પળ પર લખી દઉં
સ્મિતભરી કવિતા
લહેરાતી હવામાં વહેતાં મુકું
અધરનાં આલિંગનો
બાગનાં ઘાસ પર છલકેલાં જળબિંદુનાં
એકેએક સ્ફટિકમાં બાંધું
પ્રણયનાં પ્રતિબિંબ
ને બિછાવું
બારીક વાદળીની ઝાઝમ
કે
ઝાંઝરિયાળ દ્રશ્યોનાં
ના રહે પડછાયા
મારી કવિતા અને તારું રૂપ - અખંડ
રહે સદા જીવંત
...ક્ષણમાં
વાદળી હવા જળબિન્દુમાં ધુમ્મસ થઇ જાય
અને આ ચિત્ર- આ કાગળ
સાવ કોરો જ રહી જાય
એ પહેલાં -
ચાલને
ફરી આજે સહિયારું સપનું જીવીએ
બાબુલ
24/12/11
પ્રત્યેક પળ પર લખી દઉં
સ્મિતભરી કવિતા
લહેરાતી હવામાં વહેતાં મુકું
અધરનાં આલિંગનો
બાગનાં ઘાસ પર છલકેલાં જળબિંદુનાં
એકેએક સ્ફટિકમાં બાંધું
પ્રણયનાં પ્રતિબિંબ
ને બિછાવું
બારીક વાદળીની ઝાઝમ
કે
ઝાંઝરિયાળ દ્રશ્યોનાં
ના રહે પડછાયા
મારી કવિતા અને તારું રૂપ - અખંડ
રહે સદા જીવંત
...ક્ષણમાં
વાદળી હવા જળબિન્દુમાં ધુમ્મસ થઇ જાય
અને આ ચિત્ર- આ કાગળ
સાવ કોરો જ રહી જાય
એ પહેલાં -
ચાલને
ફરી આજે સહિયારું સપનું જીવીએ
બાબુલ
24/12/11
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો