હાય હાય રે હાય રે
હાય હાય રે હાય રે
ઘરનાં ઘરમાં ભુંજાયા
વીરા ને માડીજાયા
હાથમાં બંધાવ્યા હથિયાર રે
... ... ... હાય હાય રે હાય રે
હાકોટા દેકારા
આ કાપો વો મારા
તો યે કાં ચૂપ તારણહાર રે
... ... ... હાય હાય રે હાય રે
ચૂંથ્યા સિંદુર સાડલા
નજર સામે જ લાડલા
ઉદર ચીરન્તા ચિત્કાર રે
... ... ... હાય હાય રે હાય રે
રોયા ખાલીખમ ખોળા
લીલાં ભગવાં કે ધોળા
આંખોમાં કાળા ઓથાર રે
... ... ... હાય હાય રે હાય રે
બાબુલ
29/9/12
હાય હાય રે હાય રે
ઘરનાં ઘરમાં ભુંજાયા
વીરા ને માડીજાયા
હાથમાં બંધાવ્યા હથિયાર રે
... ... ... હાય હાય રે હાય રે
હાકોટા દેકારા
આ કાપો વો મારા
તો યે કાં ચૂપ તારણહાર રે
... ... ... હાય હાય રે હાય રે
ચૂંથ્યા સિંદુર સાડલા
નજર સામે જ લાડલા
ઉદર ચીરન્તા ચિત્કાર રે
... ... ... હાય હાય રે હાય રે
રોયા ખાલીખમ ખોળા
લીલાં ભગવાં કે ધોળા
આંખોમાં કાળા ઓથાર રે
... ... ... હાય હાય રે હાય રે
બાબુલ
29/9/12
ઘણા વખતે કાવ્ય/ગીત લઈને આવ્યા. પણ આવ્યા ત્યારે હૃદય વીંધે એવી ચીસ સાથે આવ્યા.
જવાબ આપોકાઢી નાખોસાંપ્રત કરુણાંતિકા સાથે કારુણ્યના તાર જોડી આપ્યા.
- પંચમ
9/11/12
નીચે હું હૃદયપૂર્વક હસ્તાક્ષર કરું છું.
જવાબ આપોકાઢી નાખોવિપુલ
9/11/12