જંગ
છેદાયેલા દેહ
છેદાયેલા દેહ
અને વેરવિખેર અવયવોને
એકઠાં કરી
સાંધતા સાંધતા
બુઠ્ઠી થઇ ગઈ છે
સૌ સોયો.
ક્યાંક તૂટેલા ઘરની
અડધી બળેલ છત પર ઉભી
કોઈ યુગો જૂની
પ્રતીક્ષા
પ્રતીક્ષા
રોજબરોજના વિસ્ફોટોમાં
ડહોળાઈ ગયેલી
ડહોળાઈ ગયેલી
પૂર્વીય હવામાંથી
પોતીકો લાડકવાયો પ્રગટે
...પરત આવે
એ આશે તપ્યા કરે છે
સંવેદનાની જેમ .
નાયલોનના ટાંકા અને
સૂતરના પાટામાં બંધ
લોહીયાળ યાતનાના અંતિમ ઉચ્છવાસથી
ઘટ્ટ થયેલી હવામાં
ગૂંગળાઈ મરતી પ્રતીક્ષા
કણ કણ થઇ વિખરાઈ ચૂકી છે
... વેરવિખેર અવયવોને
હજુ ક્યાં સુધી એકઠાં કરવાં પડશે?
...પરત આવે
એ આશે તપ્યા કરે છે
સંવેદનાની જેમ .
નાયલોનના ટાંકા અને
સૂતરના પાટામાં બંધ
લોહીયાળ યાતનાના અંતિમ ઉચ્છવાસથી
ઘટ્ટ થયેલી હવામાં
ગૂંગળાઈ મરતી પ્રતીક્ષા
કણ કણ થઇ વિખરાઈ ચૂકી છે
... વેરવિખેર અવયવોને
હજુ ક્યાં સુધી એકઠાં કરવાં પડશે?
બાબુલ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો