શુક્રવાર, 27 જાન્યુઆરી, 2012

શોધું છું - બાબુલ


નિરાંત શોધું છું
હું જાત શોધું છું
છે કેટલી મારી
વિસાત શોધું છું
રે સપના જેવી
એ રાત શોધું છું
ક્યાં હતી ખાનગી  
જે વાત શોધું છું
છું  બાબુલ તો યે
હું તાત શોધું છું
ન  હોત જો બાબુલ
શું થાત શોધું છું


બાબુલ

4 ટિપ્પણીઓ:

  1. Dawoodbhai Ghanchi
    28 Jan

    અકળની શોધ એ પ્રત્યેક જાગૃત વ્યક્તિ માટે ભીતરની યાત્રા બની જતી હોય છે. એ ગહન છે , ગુઢ છે, તેથી ખુબ રોમાંચક પણ છે. ગાલીબની આ રચના એનો પડઘો પાડે છે.

    કુછ નથા તો ખુદા થા , કુછ ના હોતા તો ખુદા હોતા,
    ડીબોયા મુજકો હોને ને , મે ના હોતા તો ક્યા હોતા ?

    દાઉદભાઈ

    જવાબ આપોકાઢી નાખો
  2. Vipool Kalyani
    28 Jan

    વાહ ! તમે તો મારી જ વાત કહી રહ્યા છો ને.
    ‘નિરાંત શોધું છું
    હું જાત શોધું છું
    છે કેટલી મારી
    વિસાત શોધું છું.’

    અાદિમ સમયથી અાંતરમુખે અા જ પ્રવાસ ચાલે છે. અાપણે સૌ અામ inner spaceની તલાશમાં ચકરાવા લઈએ છીએ. તમને, દોસ્ત, અા કેડાની અનેક શુભ કામનાઅો. તમારો પંથ અને પથ મુશ્કેલીઅોનો સામનો કરતાં કરતાં પાર ઊતરજો.

    સસ્નેહ
    વિપુલ કલ્યાણીનાં વંદન

    જવાબ આપોકાઢી નાખો
  3. Pancham Shukla
    27 Jan

    It suggests that the quest (outer or inner) is intense. Quite powerful couplets.

    જવાબ આપોકાઢી નાખો

દુર્દાંત વજન-બાબુલ (ભાવાનુવાદ)

દુર્દાંત વજન [જો બધું જ ના કરી શકે તો કાંઇક પણ પ્રયત્ન કરવા વિશે જે કોઇ આત્મશંકા કરે છે એમને]  તમે કહો છોઃ જે કંઇ છે મારાં નાનાં મોટાં યત્નો...