ડીજીટલ દુઆ
પ્રભુ
પ્રભુ
સકલ વિશ્વના સર્વર પર
જિંદગીના લેખાજોખા ચાતરતું
મારું અકાઉન્ટ પણ ક્યાંક હશે
ચાહું તો છું કે એ ખાતે
યુઝરનેઈમ ને પાસવર્ડ મળે
કિન્તુ
જાણું છું કે એ પ્રોટોકોલ નથી
એથી
એટલી અરજ રજુ કરું
એટલી અરજ રજુ કરું
કે
મારા ખાતાના તમામ સ્ખલનો ને
ડીલીટ કરી દ્યો
પ્રભો
સ્તુતિ અર્ચન દુઆ હવે
કરું છું સતત લોગ
ને વર્ચ્યુઅલ પ્રાર્થના થકી
રાખું છું તારું સ્મરણ અલાઈવ
તારા જ કોઈ એક વાદળમાં
સિક્યોર મારા અકાઉન્ટને
બક્ષી દો
પ્રભો.
બાબુલ
વેટિકન, જુલાઈ ૨૦૧૧
વાહ ... વેટિકનમાં આધુનિક અભિવ્યક્તિ.
જવાબ આપોકાઢી નાખોthank you Pancham
જવાબ આપોકાઢી નાખો