જેટલાં ઊંચા ઉજળા મહેલ હોય છે
ભોંયરે ઊંડી અંધાર જેલ હોય છે
એમને આદત દીવાના ઉજાસ કેરી
કેવા પિસાયા તલ તો તેલ હોય છે
છે બધાં પાગલ કળાયેલ મોરનાં
કોણ પૂછે ક્યાં કેમ ઢેલ હોય છે
હોય છે ક્યારે એમને તમીઝ કશી
જે નશામાં રાત દિ છકેલ હોય છે
કર વઝુ યા સ્નાન, ગંગા કે ઝમઝમથી
નહિ ધોવાય જે અંદર મેલ હોય છે
કોઈ ખુદાને વાસ્તે ન કરજો દુઆ
ખુદા તો દિલમાં સમાયેલ હોય છે
ઢોલના એ પોલ ઢાંકવા 'બાબુલ'
ચામ કોઈના ઉતરડેલ હોય છે
બાબુલ
બાબુલ
તમીઝ = વિનય, વિવેકબુદ્ધિ, દરકાર
વઝુ = સામાન્યત: દરેક નમાઝ (પ્રાર્થના) પહેલા હાથ, મ્હોં અને ચરણ સાફ (પાક) કરવાની પ્રક્રિયા
ઝમઝમ = મક્કાનો પવિત્ર ઝરો
આ એક ખૂબ વાસ્તવિક દર્શન કરાવતી રચના છે જે ખૂબ વય્પક રીતે લાગુ પડે છે. એ એક સામાજિક રોગનો સંકેત કરે છે જે ફેલાઈ રહ્યો છે.
જવાબ આપોકાઢી નાખોછેલ્લી બે પંક્તિઓ ખૂબ વેધક છે.
ધન્યવાદ.
Dawoodbhai
Vipool Kalyani
જવાબ આપોકાઢી નાખોજે નશામાં રાત દિ છકેલ હોય છે.
વાહ ! ક્યા બાત ? હું ય નશામાં સામેલ !!
Pancham Shukla
જવાબ આપોકાઢી નાખોVahh.....sadyant sundar