ગુજરાતી કવિતાનો જન્મ નરસિંહના પદોથી થયેલ. એ જ નરસિંહ ઉપર તાજેતર માં એક કાર્યક્રમ યોજાઈ ગયો. મારાં બહેન, હિનાબહેને ગુજરાતી વિશ્વકોષ ભવન, અમદાવાદ ખાતે નરસિંહની ભક્તિ, પ્રેમ, માટે યોજાયેલ નૃત્યનાટિકાના કાર્યક્રમ દરમ્યાન રજુ કરેલ વક્તવ્યમાંથી કાવ્ય પંક્તિઓ અહીં ટાંકી છે.
"કલાપી એ નરસિંહ માટે અને મીરાં માટે કહેલ,
હતો નરસિંહ હતી મીરાં
ખરા ઈલમી ખરા શૂરા.
નરસિંહ ગોપી ભાવે કહે છે,
કોણ પુણ્યે કરી નાર હું અવતરી,
શ્રી હરિ દીન થઇ દાન માંગે.
મેલી પુરુષપણું સખી રૂપ થઇ રહ્યો ,
તારા પ્રેમથી હું રે રાચ્યો."
સૌજન્ય: હિનાબહેન શુક્લ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો