શનિવાર, 12 ડિસેમ્બર, 2009

બાવાના બેય - પંચમ શુક્લ

સૂક્ષ્મ અવલોકન, સબળ શબ્દાવલી, સંનિષ્ઠ ધ્યેયબધ્ધતા એ પંચમના કાવ્ય-લક્ષણો છે. અહીં પંચમના અવતરણોમાં એ તાદ્રશ છે... enjoy  

ગઝલ
બાવાના બેય બગડી ગયા એના પ્રેમમાં,
હરરાત એને જાય લઈ દુઃખનાં દેશમાં.
છોડીને જેને જેના માટે ખેલવા ગયો,
ખેલાડી ને એ ખેલ બધું ગુમ ક્ષણ-એકમાં.
છે શાંત આસપાસ સકળ, ના કોઈ ચલન,
બસ નાદ અનાહતનો ઊઠે ખાલી પેટમાં.
કંકણ ખણકતા સૂણી કમંડળ મહીં ક્વચિત્,
ચીપિયો પછાડી બોલે- અલખ! આછા ઘેનમાં.
એને ભભૂતિનો જ હવે આશરો રહ્યો,
કંઈ કેટલીયે હૂંફ ઠરી હોય ચેહમાં.



પંચમ શુક્લ
૬-૧૨-૨૦૦૯


1 ટિપ્પણી:

  1. પંચમની રચના બાવાના બેઉ બગડ્યા ટૂંકમાં ઘણું કહી જાય છે.બેની પાછળ દુનિયા દિવાની છે, અને એના દિવાનાપનમાં બંને ગુમાવે છે!!

    દાઊદભાઈ
    13 Dec

    જવાબ આપોકાઢી નાખો

દુર્દાંત વજન-બાબુલ (ભાવાનુવાદ)

દુર્દાંત વજન [જો બધું જ ના કરી શકે તો કાંઇક પણ પ્રયત્ન કરવા વિશે જે કોઇ આત્મશંકા કરે છે એમને]  તમે કહો છોઃ જે કંઇ છે મારાં નાનાં મોટાં યત્નો...