રવિવાર, 1 નવેમ્બર, 2009

હૃદય - 'બાબુલ’

છે હૃદય
એક શ્રદ્ધાનો વિષય
ધબકવું એનું
છે ઈશ્વરમય
અટકવું એનું
કરે ઈશ્વર તય
મળવું હૃદયનું
રોમ રોમ પ્રણય
રેતઘડી સમ
ઉલેચે સમય
છે હૃદય
ખૂબ મજાનો વિષય

'બાબુલ’
Bodrum (Turkey ) ૨૭/૧૦/૨૦૦૯

1 ટિપ્પણી:

  1. ટૂંકી બહેરમાં નાજુક ધબકાર ઝીલાયો છે. શ્રદધાના વિષયથી મઝાના વિષય સુધીની સફર ગમી.

    Pancham Shukla

    જવાબ આપોકાઢી નાખો

મારા પછી - બાબુલ

 મારા પછી પાપ સાક્ષી પુણ્યની આપશે મારા પછી એ કયા માપે મને માપશે મારા પછી એકદા અંધારશે વાદળો ચોમેરથી માવઠું ભારે અશ્રુ સારશે મારા પછી  ક્યાં ...