રવિવાર, 30 ઑગસ્ટ, 2009

નક્કી થઈ ગયું - 'બાબુલ’

સાગર સૂકાયો ને રણ થઈ ગયું
જલબિંદુ રેતનુ રજકણ થઈ ગયું
અમસ્તા જ જો ભીની થઈ આંખ
તો સપનું પળમાં ઝરણ થઈ ગયું
ઝળકી આશ એક વાદળી જેમ
ખુશનુમા વાતાવરણ થઈ ગયું
હતું શાંત વન યાદનુ મનમાં
હ્રદય ઉછળતું હરણ થઈ ગયું
અજબ છે હરખ ‘બાબુલ’ બાકી
જન્મ્યો હું નક્કી મરણ થઈ ગયું
'બાબુલ’

1 ટિપ્પણી:

દુર્દાંત વજન-બાબુલ (ભાવાનુવાદ)

દુર્દાંત વજન [જો બધું જ ના કરી શકે તો કાંઇક પણ પ્રયત્ન કરવા વિશે જે કોઇ આત્મશંકા કરે છે એમને]  તમે કહો છોઃ જે કંઇ છે મારાં નાનાં મોટાં યત્નો...