મંગળવાર, 27 ઑક્ટોબર, 2009

બંદી - 'બાબુલ’

હોઈશ હું ભયંકર ગુનેગાર
એથી
બંદી બનાવાઈને પુરાવાઈ ગયો છું
મારામાં જ
હું
માંલીપાના અંધકારથી છળી ઉઠું છું
યુગો સુધી
સળવળાટ કરતાં સાપોલિયાં સાથે
રમતાં રમતાં
કંટાળી જાઉં છું
અંતે
મારી સાથે મારામાં જ કેદ થઇ ગયેલી
એવી કોઈ એક ક્ષણ
ખણખણાટ કરતી
આવીને વળગી પડે છે મને
પણ
બંદીઓને આલિંગવાની ક્યાં છૂટ હોય છે?
એથી
ચોમેરથી ધસી આવતા કોલાહલના ટોળાં
બંદીગૃહમાં પ્રવેશે
એ પહેલાં
ફરી બેડીઓમાં પરોવી દઉં છું
હું મારી જાત

'બાબુલ’

કાવ્ય સંગ્રહ 'અસર' માંથી

શનિવાર, 17 ઑક્ટોબર, 2009

નવી સાલ

નવી સાલ પૂછે જતી સાલને કે
કહી તું શકે શા થશે હાલ મારા
જતી સાલ ઝુકી કહેતી અનાદિ
મને તો સુણાયે દુબારા દુબારા

બાલમુકુન્દ દવે

दीपावली की शुभकामना

दीपावली की शुभकामना


न सुनो गर बुरा कहे कोई

न कहो गर बुरा कहे कोई

रोक लो गर ग़लत चले कोई

बख्श दो गर खता करे कोइ

ग़ालिब

શનિવાર, 10 ઑક્ટોબર, 2009

સાલ મુબારક - 'બાબુલ’

આ વરસ જો સપનું ફળે
દરેક જણમાં માણસ મળે
દિવાળીની થાય બંદગી
ઇદના રોજ દીવા બળે

'બાબુલ’

સોમવાર, 5 ઑક્ટોબર, 2009

मैं क्या हूँ

आइना यह तो बताता है मैं क्या हूँ लेकीन
आइना इस पे है खामोश क्या है मुझ में

सईद पठान (यु एस ऐ )

ગુરુવાર, 1 ઑક્ટોબર, 2009

तस्बीह हुस्न की

तस्बीह तेरे हुस्न की पुरी न हो सकी
जन्नत तेरे बदन की अधूरी मिसाल थी

मिदहतुल अख्तर

સોમવાર, 21 સપ્ટેમ્બર, 2009

હાથ- 'બાબુલ’

ભેગા કર હાથ તો પ્રણામ છે
ઉઠાવ જો હાથ તો સલામ છે
આંકે અશ્રુ જો એને 'બાબુલ'
હાથની લકીર પણ કલામ છે.
'બાબુલ’

મારા પછી - બાબુલ

 મારા પછી પાપ સાક્ષી પુણ્યની આપશે મારા પછી એ કયા માપે મને માપશે મારા પછી એકદા અંધારશે વાદળો ચોમેરથી માવઠું ભારે અશ્રુ સારશે મારા પછી  ક્યાં ...