શુક્રવાર, 9 ઑગસ્ટ, 2013

ખુમારી - બાબુલ

કૈફી આઝમીની ગઝલ નો ભાવાનુવાદ 

કાંટા કાંકરા ખસો રસ્તા તો ચાલે 
હું થાક્યો તો શું કાફલા તો ચાલે 
ચાંદ , સૂરજ, તારા, પુરાણા મારગ   
ભલેને ભૂંસાતા, હવા  તો ચાલે 
દોસ્ત  રાજનીતિ કે ધરમને  ઓઠે     
બીજાની હાનિના ધંધા તો ચાલે 
કેટલી છે લાશો કેમ કરી  ઉઠાવું 
આ ઇંટો  ભીંત ચણવા તો ચાલે 
લઇ પાવડા આ ભોંયને ખોલાવો 
 છું કઈ કબરમાં  જાણવા તો ચાલે


બાબુલ 


ગુરુવાર, 8 ઑગસ્ટ, 2013

ઈદ મુબારક - બાબુલ

ઈદ મુબારક 

કોઇ દિ દુખડા કોઇ દિ મોજ
રોજ રોજ રોજા ઈદ ય રોજ
તારણ એક એ તારણહારો જ
ખુદમાં ખુદ તું ખુદાને ખોજ 

બાબુલ 

રવિવાર, 2 જૂન, 2013

પિક્ષલ -બાબુલ

યુગોથી કર્યા કરું છું
નિરંતર પ્રેમનું તપ
નિહાળ્યા  કરું  છું
તારાં બદલાતાં  રૂપ

પહેલા યુગમાં તું વિહરતી
ઓઢીને દિશાઓ રૂપકડી
ધુપકિરણો શી તરતી
પરી - અપ્સરા ભૂલી પડી?


તારા નામની પહેલી કવિતા
પ્રજ્વલિત અગ્નિ ઈશાનમાં
ઉત્તરે ઉતરેલી કોઈ સરિતા
ને લય તારો વૈકુંઠી ગાનમાં

વહેતી કામિની લાવામય
 મનમાં તો મૂંઝારા કારમા
ઓહ  કેવાં રે  મોહના ભય
સ્ખલનના નિસાસા હારમાં

આજે  સ્મૃતિપટે  જોઉં  રંગલિસોટા
ઊર્મિઓ- કેટલાં  પિક્ષલ , ડીજીટલ ફોટા


બાબુલ 






સોમવાર, 27 મે, 2013

શનિવાર, 4 મે, 2013

ગઝલ- અમૃત ઘાયલ



સદ્ધર બનાવીએ અતિ ધરખમ બનાવીએ,
નતમસ્તકોને ઊંચકી અણનમ બનાવીએ.

ખુશ્બોની યાને મહેકની મોસમ બનાવીએ,
આલમથી ભિન્ન આપણી આલમ બનવીએ.

આ પ્રેમનીય હોવી ઘટે ઇષ્ટ યોજના,
અભ્યાસ જેમ પ્રેમનો પણ ક્ર્મ બનાવીએ.

જેની જગતમાં ઉપમા કશે પણ મળે નહીં,
જીવન ગતિને એવી અનુપમ બનાવીએ.

આપસમાં મેળ હોય તો વમળોની શી વિસાત!
'મનમેળ'ને જ નાવનો માલમ બનાવીએ.

એ રામભક્ત હો કે હો બંદો રહીમનો,
હમદર્દ હોય એમને હમદમ બનાવીએ.

'ઘાયલ'- જે ઘાવ શત્રુનાયે રૂઝવી શકે,
એક એવો લેપ યાને કે મરહમ બનાવીએ.

બુધવાર, 3 એપ્રિલ, 2013

છે કાંઈ જુદું -બાબુલ

છે કાંઈ જુદું હવે ચાલમાં
ખોવાઈ જાતે આજ કાલમાં
કોઈ તો બતાવે કે કેમ રે
લાગે મને ઓછું વ્હાલમાં
ત્યાં સૂકાય છે ભીનાં આંસુ
રહેતું સ્મિત ક્યારેક ગાલમાં
હતી આશા જેના જવાબની
કેવાં મુંઝાયા એ સવાલમાં
કેવી રીતે કહું કે 'બાબુલ'
ના પડજે તું આ બબાલમાં


બાબુલ

શનિવાર, 2 માર્ચ, 2013

રોગ - બાબુલ

નિર્લજ વીર્યતા
અર્થાત
પ્રવૃત્ત દાનવતા
સાક્ષાત!
સ્ત્રી:
ઉપયોગ યા ઉપભોગ
ફ્રી
પુરુષાતન - રોગ

બાબુલ  

મારા પછી - બાબુલ

 મારા પછી પાપ સાક્ષી પુણ્યની આપશે મારા પછી એ કયા માપે મને માપશે મારા પછી એકદા અંધારશે વાદળો ચોમેરથી માવઠું ભારે અશ્રુ સારશે મારા પછી  ક્યાં ...