રોજબરોજનાં વ્યવહારની વ્યાધિઓ , ઉપાધીઓ ટાળવા કબીરજી કહેં છે :
जा ही मुरख दुरजन मिले
ता ही सैन करें
जा ही न समजे सैन में
ता ही बैन कहे
जा ही न समजे सैन बैन
ता ही कुछ न कहे
कबीर
સૌજન્ય : ડૉ. દાઉદભાઈ ઘાંચી
સૈન - સાન
બૈન - વાણી
This is my literary melting pot: my poems form the foundation alongside global literature. Enjoy! અવતરણ - બાબુલ નો બ્લોગ આ મારો સાહિત્યનો રસકુંભ છે. મારી કવિતાઓના મુખ્ય પીઠબળે, એમાં ચુનંદી બીજી કાવ્યરચનાઓ આલેખી છે. જગઝાળા પર આ કાવ્યોત્સવ માણશો! All poets' Copyrights preserved.
મંગળવાર, 20 જુલાઈ, 2010
શુક્રવાર, 16 જુલાઈ, 2010
પર્યાપ્ત છું - બાબુલ
અન્ય છું હું અને હું જ આપ્ત છું
અહીં ત્યાં ને બધે જ વ્યાપ્ત છું
છું આખર આરંભ ને પર્યાય હું
છે શ્રદ્ધા તો હું જ પર્યાપ્ત છું
બાબુલ
શિપલી ૧૬ જુલાઈ
શનિવાર, 10 જુલાઈ, 2010
આવજાવ - બાબુલ
થઇ ગયું એવું આ આવજાવમાં
પેસી ગયું અન્ય મુજ સ્વભાવમાં
હતાં કિનારા સમ જે અડીખમ
ધોવાઈ ગયાં એ ય પ્રવાહમાં
ભૂલી પડે તો કેડીને પૂછજે
નદી જેવી કેમ છે તું દેખાવમાં
બસ એમ છોડી ના જા તું મને
તું જ નીસરે છે પછી આહમાં
હતો 'બાબુલ' જેવો જે માણસ
કેવો થઇ ગયો એ પ્રભાવમાં
બાબુલ
લીડ્સ ૧૪/૬ ૧૦
રવિવાર, 4 જુલાઈ, 2010
મોનાલિસા-બાબુલ
પેરિસના લુવ્ર સંગ્રહાલયમાં સ્થિત મોનાલિસાના ચિત્રથી સ્ફુરેલ આ કાવ્ય સાદર છે;
ઘોંઘાટીયા પ્રવાહમાં
રેલાઈ ના જાય
એનું સ્મિત એથી
પારદર્શક
કાંચળીમાં
જડી છે
જન્મે
નિતાંત
બહેરી મૂંગી
ગોરીને:
કરવા
રંગીનને
ગમગીન?
બાબુલ
યોર્ક ૧૪/૬/૧૦
રવિવાર, 27 જૂન, 2010
અભિનંદન
ગુજરાતના અગ્રીમ સાક્ષર, વિવેચક, વિચારક અને ગુજરાતી વિશ્વકોશના અધ્યક્ષ, મુરબ્બી ધીરુકાકાનો આજે જન્મદિન છે. એમને ખૂબ શુભેચ્છાઓ. ધીરુકાકા વરેલા છે માનવ ઉત્કર્ષને - આજીવન . ઈશ્વર એમને દીર્ઘાયુ બક્ષે. એમના જીવનક્રમ અને જીવનકર્મને સંદર્ભે ઇંગ્લેન્ડના પ્રસિદ્ધ શાયર દીપક બારડોલીકરનો એક શેર.
તિમિરને રજનીને અજવાળ્યા કરું છું
દીપક છું, ધરમ પાળ્યા કરું કરું છું
તિમિરને રજનીને અજવાળ્યા કરું છું
દીપક છું, ધરમ પાળ્યા કરું કરું છું
કોલાહલ - બાબુલ
છે વિષાદ અહીં પણ ત્યાં પણ
ના થઇ શકી હા ન ના પણ
નયન બસ એમ વરસી ગયાં
છાની ના રહી શકી પાંપણ
હતું ભરચક છેક સાંજ સુધી
ગયો સુરજ તો સૂનું આંગણ
જેના ખાતર ઘૂંટ્યા અક્ષર
એ દઇ ગયાં માત્ર આંટણ
ડૂબ્યો કોલાહલમાં 'બાબુલ'
તારી ના શકી વાહવા પણ
બાબુલ
શુક્રવાર, 25 જૂન, 2010
या रब - સઈદ મુસાફિર
या रब किसी से छीन कर मुझ को खु शी न दे
जो दूसरों पे भार हो वो जिंदगी न दे
सज़दे में ही पड़ा रहूँ दिन रात तेरे लेकिन
जिसमे दुआ न निकले वो बंदगी न दे
रहने दे ज़मीं पर ही उड़ना नहीं है मुझको
ज़ख़्मी हो जब परिंदे परवाज़गी न दे
साकी हो जाम भी हो महफ़िल हो शाम भी हो
पीकर कदम न बहके वो मयकशी न दे
दुश्मन के भंवर से तो वाकिफ हूँ मैं मगर
साहिल पे जो डुबोये वो दोस्ती न दे
चलने दे "मुसाफिर" को तन्हा ही राह में
जो कांटे ही बिछाए वो रहबरी न दे
सईद "मुसाफिर"
१२ जून २०१०
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)
મારા પછી - બાબુલ
મારા પછી પાપ સાક્ષી પુણ્યની આપશે મારા પછી એ કયા માપે મને માપશે મારા પછી એકદા અંધારશે વાદળો ચોમેરથી માવઠું ભારે અશ્રુ સારશે મારા પછી ક્યાં ...
-
મારા પછી પાપ સાક્ષી પુણ્યની આપશે મારા પછી એ કયા માપે મને માપશે મારા પછી એકદા અંધારશે વાદળો ચોમેરથી માવઠું ભારે અશ્રુ સારશે મારા પછી ક્યાં ...
-
દુર્દાંત વજન [જો બધું જ ના કરી શકે તો કાંઇક પણ પ્રયત્ન કરવા વિશે જે કોઇ આત્મશંકા કરે છે એમને] તમે કહો છોઃ જે કંઇ છે મારાં નાનાં મોટાં યત્નો...
-
Christmas Greetings!!! It is the season of festivities and goodwill around the world. We offer our warm greetings for the festive season. ...