કહી વાત મારી લવારા કહો છો
જવા દો નકામા દુબારા કહો છો
બુરા હાલ જુઓ બધાના થયા છે
બધાને તમે તો તમારા કહો છો
કદી એ ભરોસો થશે કેમ બોલો
ઠગીને ઉપરથી ઠગારા કહો છો
ઠગીને ઉપરથી ઠગારા કહો છો
બનાવી બનાવો કરો છો બયાનો
લુંટીને જમાનો બિચારા કહો છો
હવે તો થઈ છે કંઈ નજર એવી
ખરેલા રવિને સિતારા કહો છો
હતો એમના પ્રેમમાં ખૂબ જાદુ
થયા જો દિવાના નઠારા કહો છો
બાબુલ
છંદ - લગાગા લગાગા લગાગા લગાગા
બાબુલ
છંદ - લગાગા લગાગા લગાગા લગાગા
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો