This is my literary melting pot: my poems form the foundation alongside global literature. Enjoy!
અવતરણ - બાબુલ નો બ્લોગ
આ મારો સાહિત્યનો રસકુંભ છે. મારી કવિતાઓના મુખ્ય પીઠબળે, એમાં ચુનંદી બીજી કાવ્યરચનાઓ આલેખી છે. જગઝાળા પર આ કાવ્યોત્સવ માણશો!
All poets' Copyrights preserved.
Friday, 27 January 2012
શોધું છું - બાબુલ
નિરાંત શોધું છું
હું જાત શોધું છું
છે કેટલી મારી
વિસાત શોધું છું
રે સપના જેવી
એ રાત શોધું છું
ક્યાં હતી ખાનગી
જે વાત શોધું છું
છું બાબુલ તો યે
હું તાત શોધું છું
ન હોત જો બાબુલ
શું થાત શોધું છું
Dawoodbhai Ghanchi
ReplyDelete28 Jan
અકળની શોધ એ પ્રત્યેક જાગૃત વ્યક્તિ માટે ભીતરની યાત્રા બની જતી હોય છે. એ ગહન છે , ગુઢ છે, તેથી ખુબ રોમાંચક પણ છે. ગાલીબની આ રચના એનો પડઘો પાડે છે.
કુછ નથા તો ખુદા થા , કુછ ના હોતા તો ખુદા હોતા,
ડીબોયા મુજકો હોને ને , મે ના હોતા તો ક્યા હોતા ?
દાઉદભાઈ
Vipool Kalyani
ReplyDelete28 Jan
વાહ ! તમે તો મારી જ વાત કહી રહ્યા છો ને.
‘નિરાંત શોધું છું
હું જાત શોધું છું
છે કેટલી મારી
વિસાત શોધું છું.’
અાદિમ સમયથી અાંતરમુખે અા જ પ્રવાસ ચાલે છે. અાપણે સૌ અામ inner spaceની તલાશમાં ચકરાવા લઈએ છીએ. તમને, દોસ્ત, અા કેડાની અનેક શુભ કામનાઅો. તમારો પંથ અને પથ મુશ્કેલીઅોનો સામનો કરતાં કરતાં પાર ઊતરજો.
સસ્નેહ
વિપુલ કલ્યાણીનાં વંદન
Pancham Shukla
ReplyDelete27 Jan
It suggests that the quest (outer or inner) is intense. Quite powerful couplets.
Anis D Ghanchi
ReplyDelete29 Jan
I like this one a lot. vaah vaah....