મારી એ જ આંગળીઓનો કંપ
છતો થઈ ગયો
કે જેને ઝાલીને
ઘુંટાવ્યા’તા
મૂળાક્ષરો ... અંકો ...
ચમચીમાંનું ગંગાજળ ખળભળી ઊઠે
ને એ છલકાઇ ન પડે
એ પ્રયાસમાં
મારી આંખો ઝળઝળી ઊઠે.
મારાં પ્રત્યેક પગલાંને
ટેકવી દીધું હતું જે અડીખમતાએ
એને
સ્પર્શવાના મારા યત્નો
પગલાંઓની પોપડીઓ વખોડીને પહોંચી જાય છે
સંવેદનો સુધી
ગમગીન.
તમારી હયાતી
અને બિનહયાતીની વચ્ચેના અવકાશથી
કોરાયે જાય છે
અસ્તિત્વ.
અંજલિ દઉં શાથી ?
હું ઊભો એમ જ ... સ્થિર
ને છતાં
છે ઝીણો કંપ ભીતર
કંઇક ગુમાવ્યાનો અહેસાસ
ભટકે છે મનમાં
ગગનથી ટપકતાં ફોરાં જેવું
હળવું હળવું તમારું અસ્તિત્વ
ને એમાંથી પ્રસરેલી ભીની ભીની સુવાસ
સંકોરે છે
એ પ્રેમાળ વદન, જાણે
તમે અહીં જ છો
અમારી સાથે જ।
'બાબુલ’
This is my literary melting pot: my poems form the foundation alongside global literature. Enjoy! અવતરણ - બાબુલ નો બ્લોગ આ મારો સાહિત્યનો રસકુંભ છે. મારી કવિતાઓના મુખ્ય પીઠબળે, એમાં ચુનંદી બીજી કાવ્યરચનાઓ આલેખી છે. જગઝાળા પર આ કાવ્યોત્સવ માણશો! All poets' Copyrights preserved.
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
દુર્દાંત વજન-બાબુલ (ભાવાનુવાદ)
દુર્દાંત વજન [જો બધું જ ના કરી શકે તો કાંઇક પણ પ્રયત્ન કરવા વિશે જે કોઇ આત્મશંકા કરે છે એમને] તમે કહો છોઃ જે કંઇ છે મારાં નાનાં મોટાં યત્નો...
-
દુર્દાંત વજન [જો બધું જ ના કરી શકે તો કાંઇક પણ પ્રયત્ન કરવા વિશે જે કોઇ આત્મશંકા કરે છે એમને] તમે કહો છોઃ જે કંઇ છે મારાં નાનાં મોટાં યત્નો...
-
ઉદ્વેગ ઉદ્વેગઃ રાખ ઢાંકેલ બુઝાયેલ અંગાર સ્હેજ હવાથી ભભૂકે પ્રજ્વલિત અગન દાહ લપેટે મન - વિચારશૂન્યતા સળગે મનન વિટંબણ...
-
ક્યાંક લોકો મરે છે આપણે ચુપ રહો દુનિયા જોયા કરે છે આપણે ચુપ રહો આભ આખું લગાવે આગ ચોગમ અહીં ખાક પાણી ભરે છે આપણે ચુપ રહો ભૂખ તો ક્યાં ય ખો...
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો