શનિવાર, 5 સપ્ટેમ્બર, 2015

મૃત શૈશવને - બાબુલ

મૃત શૈશવને* 

નિર્દોષ  આયુ
વંચિત પ્રાણવાયુ
નાની બે હથેળી ઉઠાવી ને બાળ
કહેતું હશે શું - મને સંભાળ

ન કિલ્લા, ન પગલીઓ  રેત બસ રેત
કિનારે ઢગલીઓમાં રહેત બસ હેત 
દરિયો પસવારે નિશ્ચેત ગાલને
કદાચ ઝંખે જીવંત ગઈકાલને

એક ડૂસકું  ડૂબ્યું મધ્યે
મૂંગા મ્હોં  રક્તપાત પ્રત્યે
સાગર થયો વધુ ખારો
આંસુ એક ખર્યું કે તિખારો 

થશે ઈદ - યોમ કીપુર -દીપાવલી- નાતાલ
હાલ તો જાણે ખૂટતા શ્વાસનો સવાલ

બાબુલ
05.09.15

* તૂર્કીના દરિયાકાંઠે ચિર નિંદ્રામાં પોઢેલા શરણાર્થી શિશુને અંજલિ

શનિવાર, 2 મે, 2015

ઉકરડાં - બાબુલ

અટવાયા પડઘા અડધા પડધા
થોકબંધ નાડી ઝાંખા પડદા
ધોધમાર વાણી અંગે ઉઝરડાં
વળતા પાણી તરતાં  ઉકરડાં

બાબુલ 

રવિવાર, 8 માર્ચ, 2015

લોહી - બાબુલ

સોજી ચૂકેલું લોહી
ના સહી શક્યું  ના રહી શક્યું
પોલાં  છિદ્રોને નિર્મોહી
નિશબ્દ દર્દ  ના કહી શક્યું

મૂળ તો મૂઢ છે વલોપાત
ને  ઉપર હડહડતા સ્મિત
પ્રસરે અફીણી આઘાત
વળી કણેકણ ધૂણતા પલિત

ગમગીન બીના: છે ઘાયલ યકીન
ઘાવથી ઉભરતા સિતમ ધોઈ લે
દે દૃષ્ટિને ટેકો: લગાવ દૂરબીન
પીડા છે અંગત -જોઈ લે 

ફરી સ્વસ્થ ફરી સશક્ત
રગેરગ ફરશે નવું રક્ત


બાબુલ
6 ડિસેમ્બર 14

શનિવાર, 28 ફેબ્રુઆરી, 2015

ધર્મઋણ - બાબુલ

યદિ
હોય ધર્મ  
અખંડ અંડાણુંનો
તો છે અંગીકાર:
હોય સંપ્રદાય  
સહસ્ર શુક્રાણુંઓનો
તો છે સમર્પણ:
આ જ ધર્મજન્ય
ગર્ભબિંદુની નિર્દોષતા
માનસમાં જીવંત હોય..
એ ધર્મ    




બાબુલ 

બુધવાર, 31 ડિસેમ્બર, 2014

શબ્દ-બાબુલ

સ્પર્શ શબ્દ શ્વાસ શબ્દ, શબ્દ શબ્દ સ્વાદ
અર્શ શબ્દ આશ શબ્દ, આ જ શબ્દ સંવાદ
હર્ષ શબ્દ હાશ શબ્દ, શબ્દે શબ્દ દાદ
વર્ષ શબ્દ સુવાસ શબ્દ શબ્દથી વિવાદ
બાબુલ 

શુક્રવાર, 19 ડિસેમ્બર, 2014

રોમાંચ - બાબુલ

રોમાંચ...
સાંજ ઢળી ફરી
ફરી ક્ષિતિજો સળવળી
નાગણ લટ લપસણા ભાલ
શ્વાસ શ્વાસ ઉષ્મા
સુરભિથી મહેંકતા ગાલ
રોમ રોમ તરવરતી તૃષ્ણા
અધીરાં  અધર
કંઈજ કારણ વગર
ચૂમી ત્વરિત ક્યાંક  
ક્યાંક સઘન ચુંબનનો  માદક વળાંક
સ્પર્શ- વિદ્યુતી, અફાટ આકાશ
વિસ્તરે તત્પર બાહુપાશ
ત્વચા ત્વચા,છાતી છાતી
હથેળીઓ અમળાતી
રાતી રાતી
કીકીઓ ઉછળતી મદમાતી
છલોછલ નાભિ: મીઠી વેદના
અદભૂત ચેતના
Romance

બાબુલ 

મારા પછી - બાબુલ

 મારા પછી પાપ સાક્ષી પુણ્યની આપશે મારા પછી એ કયા માપે મને માપશે મારા પછી એકદા અંધારશે વાદળો ચોમેરથી માવઠું ભારે અશ્રુ સારશે મારા પછી  ક્યાં ...