ગુરુવાર, 4 ઑગસ્ટ, 2011

ખંડિત નિસાસા: - બાબુલ

ખંડિત
શિલ્પ શા
નિસાસા:
ખંડેરમાં વિખરાઈ પડ્યાં છે-
અર્ધ સ્તંભને
વીંટળાઈને સૂતી છે
રોમ રોમ વ્યાપેલી
વિટંબણા.

દેવળની છત પર
ક્ષત વિક્ષત
રંગ –ઝાંખો; વૃદ્ધ.

આલેખિત શિલાઓ પર
ક્યાંય ઉલ્લેખ નથી
સાંકડી શેરીમાં ઉછરેલ
નિર્દોષ બાળપણનો!
એથી જ  કદાચ
લોપાઈ ગયાં છે
સામ્રાજ્યના
ઝગારાં બંધ સોપાનો:

હવે
વેરવિખેર ખંડેરો
સ્મરે છે તો નિસાસા:
ખંડિત શિલ્પ શા.

બાબુલ 

રોમ: ૧૮ જુલાઈ ૨૦૧૧ 

આપણે - બાબુલ

ક્યાંક લોકો મરે છે આપણે ચુપ રહો  દુનિયા જોયા કરે છે આપણે ચુપ રહો  આભ આખું લગાવે આગ ચોગમ અહીં  ખાક પાણી ભરે છે આપણે ચુપ રહો ભૂખ તો ક્યાં ય ખો...