શનિવાર, 4 જૂન, 2011

ઢોલ - બાબુલ

જેટલાં ઊંચા ઉજળા મહેલ હોય છે
ભોંયરે ઊંડી અંધાર જેલ હોય છે 
એમને  આદત દીવાના ઉજાસ કેરી
કેવા પિસાયા તલ તો તેલ હોય છે
છે બધાં પાગલ કળાયેલ મોરનાં  
કોણ પૂછે ક્યાં કેમ ઢેલ હોય છે 
હોય છે ક્યારે એમને તમીઝ કશી  
જે નશામાં રાત દિ છકેલ હોય છે
કર વઝુ યા સ્નાન, ગંગા કે ઝમઝમથી 
નહિ ધોવાય જે અંદર મેલ હોય છે 
કોઈ ખુદાને વાસ્તે ન કરજો દુઆ
ખુદા તો દિલમાં સમાયેલ હોય છે 
ઢોલના એ પોલ ઢાંકવા 'બાબુલ'
ચામ કોઈના ઉતરડેલ હોય છે

બાબુલ 

તમીઝ =  વિનય, વિવેકબુદ્ધિ, દરકાર 
વઝુ = સામાન્યત: દરેક નમાઝ (પ્રાર્થના) પહેલા હાથ, મ્હોં અને ચરણ સાફ (પાક) કરવાની પ્રક્રિયા
ઝમઝમ = મક્કાનો પવિત્ર ઝરો

આપણે - બાબુલ

ક્યાંક લોકો મરે છે આપણે ચુપ રહો  દુનિયા જોયા કરે છે આપણે ચુપ રહો  આભ આખું લગાવે આગ ચોગમ અહીં  ખાક પાણી ભરે છે આપણે ચુપ રહો ભૂખ તો ક્યાં ય ખો...