શનિવાર, 14 મે, 2011

બેઠા જઈને બજાર - ઊજમશી પરમાર

શ્રી ઊજમશી પરમારનાં કાવ્યોમાં ગુજરાતી માટીની સોડમ સાથે ઋજુ હૃદયની મીઠાશ અને આધ્યાત્મિક ચિંતનની ઠાવકાઈ બહુ સુંદર રીતે ગૂંથાઈને કવિતાને સહજ અને લોકભોગ્ય બનાવે છે.  આ રચનામાં ઘમંડને ચકનાચૂર થતું માણીએ:

બેઠા જઈને બજાર- ઓટે
જઈ- જઈ ક્યાં જાવાના?
હૂડહૂડ હંકાયા,
ક્યાંથી ઠરીઠામ થાવાના?

હવે ઊછળતાં પૂર નદીમાં 
આવે છે કે દહાડે?
અડતા જઈ આકાશ કદી જે
વેલા અટકે વાડે;
પથ્થર ટાઢાબોળ થઈ ગયા 
ધખધખતા લાવાના 
હૂડહૂડ હંકાયા,
ક્યાંથી ઠરીઠામ થાવાના?


કોઈ પાંચમાં પૂછાતા તો
મોભી કોઈ ગણાતા,
સમય બળુકો કેવો
હીરા કંકર થઇ રહી જાતા;
આવા અમથા ફેર ફરે શું
ભવ-ભવ ભટકાવાના;
હૂડહૂડ હંકાયા,
ક્યાંથી ઠરીઠામ થાવાના?


ઊજમશી પરમાર 
કાવ્ય સંગ્રહ - શબદ ગહન ગંભીરા


'કક્કાજી ની અકવિતા' - ચંદ્રકાંત શેઠ

શ્રી ચંદ્રકાંત શેઠની 'કક્કાજી  ની અકવિતા'  'લયસ્તરો' ( http://layastaro.com/?p=6502  ) પર જોઈ એના પ્રતિભાવમાં કાંઇક આમ સ્ફુરેલું. ... શ્રી ચંદ્રકાંત શેઠના કાવ્યના શબ્દોની જ પુનર્ગોઠવણીથી નિષ્પન્ન લઘુ કાવ્ય સાદર છે ...


પરંપરાને સાંપ્રત સાથે સાંકળે, અને હ્રદયથી જે ઉભરે એ ભાષા વધુ પ્રભાવકારી હોય છે. શેઠ સાહેબ જાણે કાવ્ય પંખીને મુક્ત વિહરવા આહ્વાન કરે છે, આ શબ્દો તો ખૂબ બોલકા લાગ્યા… એ સ્વયં કાવ્ય જ છે !
…કવિતા નથી
છંદની છ હજાર વર્ષ જૂની …
મીંચેલી આંખે
ઈસવી સન પૂર્વે જોયેલા ….
…ભદ્રંભદ્રનાં…
દિમાગમાં!
ભાષા હવે અમારી જેમ ખાય છે, પીએ છે ને હરેફરે છે.
ને મોજથી જીવે છે.
બાબુલ 

મંગળવાર, 10 મે, 2011

‘तु क्या है ? - गालिब

ચાલો આજે સવાલ કરી લઈએ?  गालिब નો દોર દમામ ઉછીનો લઇ જરા આતમને ઢંઢોળી જોઈએ... અગાઉ પ્રસ્તુત અનુવાદ ' હું નથી હું 'http://avataran.blogspot.com/2011/03/blog-post_11.html ની સાપેક્ષ गालिबની ગઝલ ના આ ચૂંટેલા શેર ...

हर एक बात पे कहेते हो तुम, के तु क्या है ?’
तुम्ही कहो के ये अंदाझे गुफ्तगु क्या है ?

...

जला है जिस्म जहां दिलभी जल गया होगा
कुरेदते हो जो अब राख, जुस्तजू क्या है ?

रगों में दौडते फिरने के हम नहीं कायल
जब आंखही से न टपका तो फिर लहू क्या है ?

....

हुए है शाह का मुसाहिब, फिरे है इतराता
वरना शहर में  'ग़ालिब'की  आबरू क्या है?

આપણે - બાબુલ

ક્યાંક લોકો મરે છે આપણે ચુપ રહો  દુનિયા જોયા કરે છે આપણે ચુપ રહો  આભ આખું લગાવે આગ ચોગમ અહીં  ખાક પાણી ભરે છે આપણે ચુપ રહો ભૂખ તો ક્યાં ય ખો...