શનિવાર, 14 મે, 2011

બેઠા જઈને બજાર - ઊજમશી પરમાર

શ્રી ઊજમશી પરમારનાં કાવ્યોમાં ગુજરાતી માટીની સોડમ સાથે ઋજુ હૃદયની મીઠાશ અને આધ્યાત્મિક ચિંતનની ઠાવકાઈ બહુ સુંદર રીતે ગૂંથાઈને કવિતાને સહજ અને લોકભોગ્ય બનાવે છે.  આ રચનામાં ઘમંડને ચકનાચૂર થતું માણીએ:

બેઠા જઈને બજાર- ઓટે
જઈ- જઈ ક્યાં જાવાના?
હૂડહૂડ હંકાયા,
ક્યાંથી ઠરીઠામ થાવાના?

હવે ઊછળતાં પૂર નદીમાં 
આવે છે કે દહાડે?
અડતા જઈ આકાશ કદી જે
વેલા અટકે વાડે;
પથ્થર ટાઢાબોળ થઈ ગયા 
ધખધખતા લાવાના 
હૂડહૂડ હંકાયા,
ક્યાંથી ઠરીઠામ થાવાના?


કોઈ પાંચમાં પૂછાતા તો
મોભી કોઈ ગણાતા,
સમય બળુકો કેવો
હીરા કંકર થઇ રહી જાતા;
આવા અમથા ફેર ફરે શું
ભવ-ભવ ભટકાવાના;
હૂડહૂડ હંકાયા,
ક્યાંથી ઠરીઠામ થાવાના?


ઊજમશી પરમાર 
કાવ્ય સંગ્રહ - શબદ ગહન ગંભીરા


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપણે - બાબુલ

ક્યાંક લોકો મરે છે આપણે ચુપ રહો  દુનિયા જોયા કરે છે આપણે ચુપ રહો  આભ આખું લગાવે આગ ચોગમ અહીં  ખાક પાણી ભરે છે આપણે ચુપ રહો ભૂખ તો ક્યાં ય ખો...