શનિવાર, 9 એપ્રિલ, 2011

વાલજી - બાબુલ

આ ઊર્મિગીતની તળપદી બોલીની મીઠાશ મારા બાળપણથી સંભારણામાં સંઘરાયેલી છે. ઉત્તર ગુજરાતની માટીની મહેંક અને ત્યાંના માયાળુ માણસોના હૃદયની ઉષ્મા અને સાલસાઈને  જીવનમાં જાણવા માણવામળી હતી/છે. એ ધરતીની કોઈ જુવાન કન્યા એના 'વાલજી'ના ચાર વરસના વિરહ પછીના આગમનના સમાચારથી હરખઘેલી થઇ હોય એનું ગીત અહી પ્રસ્તુત છે.  એની ઊર્મિ વિશ્વના કોઈ પણ પ્રાંતમાં કોઈ પણ કાળમાં સાંપ્રત હોઈ શકે છે !  મારી પ્રિય રચનાઓમાંની એક....

શાર શાર વરહ આવ શ વાલજી,
લાવ લી ઓંગણું લેંપું લગાર
વાલજી ન ભાવ શ કોંદોંનોં ભજિયોં, 
વરી આજ તો ભડથું વઘાર

ઢોલડી નોં વોણ પર નોંખ બે ગોદરી
બરી ઉપર પાથર તો ઓશાડ
તોંબાના ગોબા મોં  ખાય હું બાપડો
ઇ ન થારી મોં મુંઢું વતાડ

વાલજી મારો શ જ મૂઓ ગોરો
ઘોડા પર લા ગ શ ખેંગાર
લોક ની નજરું હોય શ જ ભૂંડી
ઈ ન મરચોં  લેંબુથી ઉતાર

આવતોં જ વધેરે ઇના પગોમોં નારિયોર
કાણની કરું શુ વશાર 
શાર શાર વરહે આહે મારો વાલજી
લાવ લી ઓંગણું લેંપું લગાર

બાબુલ 
કાવ્ય સંગ્રહ 'અસર' માંથી 
વાન ગોફ 

1 ટિપ્પણી:

  1. તળપદી સુગંધથી ફોરતું સુંદર ગીત. નારી સંવેદનની તીવ્રતા આ રીતે ઝીલવી કપરી છે. જે આ ગીતમાં ગળાઈ, ચળાઈ અને બારીકીથી કંડારાઈ છે.

    જવાબ આપોકાઢી નાખો

આપણે - બાબુલ

ક્યાંક લોકો મરે છે આપણે ચુપ રહો  દુનિયા જોયા કરે છે આપણે ચુપ રહો  આભ આખું લગાવે આગ ચોગમ અહીં  ખાક પાણી ભરે છે આપણે ચુપ રહો ભૂખ તો ક્યાં ય ખો...