મંગળવાર, 22 માર્ચ, 2011

ખાલી -બાબુલ

શું કામ લીધું હશે એણે નામ ખાલી 
જરાકમાં લો થયા બદનામ ખાલી 
હવે આ તરસને  કેમ રોકાય બોલો 
મળ્યું નહીં બુંદ એક ને જામ ખાલી
જવાબમાં ના સંદેશ ના પત્ર આવે  
એકાંત લાગશે એકલું કામ ખાલી 
ડગી ધરા જરા છલક્યો  સાગર થોડો   
થઈ ગયા પછી  ઘર તમામ ખાલી
અહી તો ઉતારી હતી યાદની પોઠો 
ફરી કેમ થયું 'બાબુલ' ગામ ખાલી 

2 ટિપ્પણીઓ:

  1. Pancham Shukla 22 Mar
    Nice one . Enjoyed.

    ત્સુનામીનો કેર પણ સરસ રીતે વણી લીધો છે..

    ડગી ધરા જરા છલક્યો સાગર થોડો
    થઈ ગયા પછી ઘર તમામ ખાલી

    જવાબ આપોકાઢી નાખો
  2. Vipool Kalyani 23 Mar
    યાદની પોઠોમાં અાખું ગામ ! વાહ, કલ્પના સરસ છે.

    જવાબ આપોકાઢી નાખો

આપણે - બાબુલ

ક્યાંક લોકો મરે છે આપણે ચુપ રહો  દુનિયા જોયા કરે છે આપણે ચુપ રહો  આભ આખું લગાવે આગ ચોગમ અહીં  ખાક પાણી ભરે છે આપણે ચુપ રહો ભૂખ તો ક્યાં ય ખો...