શુક્રવાર, 11 માર્ચ, 2011

હું નથી હું


હું  નથી  હું 
હું  તો   છું 
ચાલે  એ મારી  પડખે 
ને  હું   જોઈ ના  શકું  
ક્યારેક  જેને  મળું  
તો  ક્યારેક  પાછો  ભૂલું 
હોય  જે  ખામોશ  જો  હું  વદું
કરે  એ માફ   જયારે  ઘૃણા  કરું
વિહરે   બારે  જો  હું  ઘરમાં  રહું 
રે'શે   અકબંધ  ખડો, હું  જો  મરું.

બાબુલ 
યુંઅન રામોન જીમેનેઝ (Juan Ramon Jimenez ) ના  કાવ્ય I am not I નો અનુવાદ 

5 ટિપ્પણીઓ:

  1. Inspired by your work...

    પુદ્ગલ (પુદગલ)
    -પંચમ શુક્લ


    જેને ગણું 'હું', નથી 'હું' છતાંય,
    અદૃશ્ય રૂપે જ પડખે જણાય.
    ક્યારેક એને સ્પર્શીય લઉં, તો-
    ક્યારેક સાવે જ વીસરીય જાઉં.

    જ્યારે કથું કંઈ નમણું, રસાળ;
    રહી શાંત સૂણે, ધરી મૌન ઘેરું,
    પણ જ્યાં ઘૃણા કે કુથલી કરું ત્યાં-
    વીસરે સલુકાઈ ધારી એ સઘળું.
    હળવાશથી પાછી માફીય દઈ દે!

    પગલું ન એકેય અળપાય મારું;
    એવી જ રીતે એ પગલાં દબાવે.
    જ્યારે નહીં હોઉં હું આ શરીરે;
    ત્યારેય એ તો હશે આસપાસ,
    અક્ષુણ્ણ, એવું ને એવું અડીખમ!

    11 March 2011

    -----------

    “I Am Not I”

    by Juan Ramón Jiménez
    Juan Ramon Jimenez

    I am not I.
    I am this one
    walking beside me whom I do not see,
    whom at times I manage to visit,
    and whom at other times I forget;
    who remains calm and silent while I talk,
    and forgives, gently, when I hate,
    who walks where I am not,
    who will remain standing when I die.

    Translated by Robert Bly

    Juan Ramón Jiménez, “‘I Am Not I’” from Lorca and Jiménez: Selected Poems. Translation copyright © 1973 by Robert Bly. Reprinted with the permission of Beacon Press.

    Source: Lorca and Jimenez: Selected Poems (Beacon Press, 1973)

    જવાબ આપોકાઢી નાખો
  2. Vipool Kalyani 12 Mar

    સવાર પડી, સૂરજ ઊગ્યો અને પડછાયો પણ સામેલ થઈ ગયો. તમે અહીં અનુવાદમાં ય અા પડછાયાની વાત માંડતા હો તેમ સમજાય છે. સરસ. મજા પડી.

    જવાબ આપોકાઢી નાખો
  3. આ ટિપ્પણી લેખક દ્વારા દૂર કરવામાં આવી છે.

    જવાબ આપોકાઢી નાખો
  4. Dawoodbhai ghanchi to me
    show details 12 Mar (13 days ago)
    An abstruse Avataran.Very apt translation. abhinandan.
    Dawoodbhai

    જવાબ આપોકાઢી નાખો

આપણે - બાબુલ

ક્યાંક લોકો મરે છે આપણે ચુપ રહો  દુનિયા જોયા કરે છે આપણે ચુપ રહો  આભ આખું લગાવે આગ ચોગમ અહીં  ખાક પાણી ભરે છે આપણે ચુપ રહો ભૂખ તો ક્યાં ય ખો...