શનિવાર, 31 ડિસેમ્બર, 2011

હેપી ન્યુ યર - બાબુલ

નવી તારીખ નવું પાનું છે
હેપી ન્યુ યર આવવાનું છે
ઘડીના લગોલગ છે બાહુ
ફરી નાચવાનું બહાનું છે
થયું આ વરસ પાયમાલ
અને ખાલી મનનું ખાનું છે
જવા દે ન પૂછ કેવું ગયું
કેવું હશે નવું જોવાનું છે
કરીએ આંખ બંધ બાબુલ
કહે છે કે સપનું મજાનું છે

બાબુલ 

રવિવાર, 25 ડિસેમ્બર, 2011

ચાલને - બાબુલ

અહી  છે
યોર્કશાયરિ યૌવન
દરેક ઢોળાવે ઢોળાયેલું
છે છવાયેલો
બરફ બહાર ને
મનમાં મોસમ છે
ચેરી બ્લોસમની
તો
ચાલને ચુલબુલી
તડતડતા તાપણે
આલિંગીએ આપણે
કે જાગે જગતમાં
પ્રણયના પ્રવાહો
ઘેલી  એર* નાં નિર્મળ
જળ શી આહો...
...કો'ક દિ ક્યાંકથી
દેશનું સપનું થઇ આવો !

બાબુલ  ૧૮ ડીસેમ્બર ૧૧
(* એર - યોર્કશાયરની નદી )

શનિવાર, 17 ડિસેમ્બર, 2011

ઘેટું - બાબુલ


એક ઘેટું
એકલું બેઠું
વાડ ઠેકી
ખેતરે પેઠું
નથી જોતું
ઘાસ એઠું
ભાંડુથી એ
કેટલું છેટુ
બાબુલ તું
લાવ હેઠું

બાબુલ
એડિનબરો ૧૪/૬/૧૦

મંગળવાર, 6 ડિસેમ્બર, 2011

ભય- બાબુલ

ઉંચાઈનો ભય લાગે છે
ઉંડાઈનો ભય લાગે છે
આંબીને શિખરને અંતે
આ ખાઈ નો ભય લાગે છે
અરે વાત શું કરું દોસ્તો
કે  ભાઈનો ભય લાગે છે
જીત્યા તો  સિકંદર હા રે
કાં રાઈનો ભય લાગે છે
બાહુપાસમાં ન લો જાનું
જુદાઈનો ભય લાગે છે
શું માપથી મળશે જમીન
લંબાઈનો ભય લાગે છે



 બાબુલ



ગુરુવાર, 24 નવેમ્બર, 2011

અભિમન્યુ - બાબુલ

અભિમન્યુ

અર્ધ સૈકે
સપ્ત કોઠા  સુપ્ત
જગાવ્યા જૈફે
રહસ્ય સર્વ ગુપ્ત

દૃષ્ટિ શિથીલ
શિથીલ તમામ ગાત્ર
રુધિર ઉત્ચ્છ્લ ગતિશીલ
શેષ શ્વાસ માત્ર

બાબુલ 




રવિવાર, 20 નવેમ્બર, 2011

સજા - બાબુલ


દઇ દ્યો
સો સાટકાની સજા
કેમ કવિએ કવિતામાં
પૂર્યા
પાંચ પચીસ પતંગિયા
યા
પહેરાવી પોપટને પારેવાની પાંખ
કેમ
ચાંદલિયાને ચગાવ્યો
ચોરી ચકલીની ચાંચ
એમ તો એમ
પ્રગટાવ્યા પુરબહાર પ્રેમ
પહેલા પગરવના પૂજન
પછી રંગ્યા રૂદિયાની રગમાં રુદન
ને 
નદીને નીચોવી નિર્મમ
સાવ સૂકવી સખી
વેરી વહેણે વરણાગી વર્ણન
લાલ લોહીમાં  લ્હ્યાય લખી  
રે 
ખંજરથી ખોતર્યા ખંજન
નિતાર્યા નયન નવોઢા શા
આંજી અધર ઓગાળ્યા અંજન
તો ય શબ્દ શુરા  શરમાય ના

...કેટલા કર્યાં કુકર્મો કાવ્યમાં
કહે કાગળ કલમ
સો દ્યો સજા

બાબુલ 

સોમવાર, 31 ઑક્ટોબર, 2011

વિકરાળ -બાબુલ

ચીંથરેહાલ અહં 
ડૂબાડું ખુદ- સ્વયં 
લય લઇને વહું કહું 
રગે રંગ ભરું મરું
મન વન વિકરાળ વરુ 
બાળ તું , હું ભાળ કરું 

બાબુલ 

શનિવાર, 10 સપ્ટેમ્બર, 2011

શું થાત - બાબુલ


નિરાંત શોધું છું
હું જાત શોધું છું
ન  હોત જો  બાબુલ
શું થાત શોધું છું

બાબુલ

મંગળવાર, 30 ઑગસ્ટ, 2011

ઈદ - બાબુલ

ઈદ મુબારક 

કોઇ દિ દુખડા કોઇ દિ મોજ
રોજ રોજ રોજા ઈદ ય રોજ
તારણ એક એ તારણહારો જ
ખુદમાં ખુદ તું ખુદાને ખોજ 

બાબુલ 

શનિવાર, 27 ઑગસ્ટ, 2011

ડીજીટલ દુઆ -બાબુલ

ડીજીટલ દુઆ 

પ્રભુ
સકલ વિશ્વના સર્વર પર
જિંદગીના લેખાજોખા ચાતરતું 
 મારું અકાઉન્ટ પણ ક્યાંક હશે 

ચાહું તો છું કે એ ખાતે
યુઝરનેઈમ ને પાસવર્ડ મળે
કિન્તુ
જાણું છું કે એ પ્રોટોકોલ નથી 
એથી

એટલી અરજ રજુ કરું 
કે
મારા ખાતાના તમામ સ્ખલનો ને
ડીલીટ કરી દ્યો 
પ્રભો 

સ્તુતિ અર્ચન દુઆ હવે
કરું છું સતત લોગ 
ને વર્ચ્યુઅલ પ્રાર્થના થકી
રાખું છું તારું સ્મરણ અલાઈવ 

તારા જ કોઈ એક વાદળમાં
સિક્યોર મારા અકાઉન્ટને 
બક્ષી દો
પ્રભો.

બાબુલ 
વેટિકન, જુલાઈ ૨૦૧૧ 

ગુરુવાર, 4 ઑગસ્ટ, 2011

ખંડિત નિસાસા: - બાબુલ

ખંડિત
શિલ્પ શા
નિસાસા:
ખંડેરમાં વિખરાઈ પડ્યાં છે-
અર્ધ સ્તંભને
વીંટળાઈને સૂતી છે
રોમ રોમ વ્યાપેલી
વિટંબણા.

દેવળની છત પર
ક્ષત વિક્ષત
રંગ –ઝાંખો; વૃદ્ધ.

આલેખિત શિલાઓ પર
ક્યાંય ઉલ્લેખ નથી
સાંકડી શેરીમાં ઉછરેલ
નિર્દોષ બાળપણનો!
એથી જ  કદાચ
લોપાઈ ગયાં છે
સામ્રાજ્યના
ઝગારાં બંધ સોપાનો:

હવે
વેરવિખેર ખંડેરો
સ્મરે છે તો નિસાસા:
ખંડિત શિલ્પ શા.

બાબુલ 

રોમ: ૧૮ જુલાઈ ૨૦૧૧ 

ગુરુવાર, 28 જુલાઈ, 2011

Sieve - Faruque Ghanchi બાબુલ

Scrubbed fingers
stained with latex odour
constantly paint iodised letters
on etherised vapour
A beautiful portrait sleeps
on a flood lit canvas
-as worn out as  the eternal wait- weeps
yet crisp as the first prayer of the mass.
And somewhere there would be
a slender hidden hope
for those who dare to see:
how, indeed the tender hearts cope!
Vain attempt to stop the red torrents
haunts, taunts... laments, torments:

Then, that distant sound of faint bleeps
..all that sieved memory keeps.

Faruque Ghanchi  બાબુલ 


રવિવાર, 24 જુલાઈ, 2011

‘મરીઝ’


મરીઝની એક ગઝલના ચૂંટેલા શેર ... 

એ રીતે છવાઈ ગયા છે ખયાલમાં,
આવેશને ગણી મેં લીધો છે વહાલમાં.
તારા વચનનો કેટલો આભાર માનીએ,
વરસો કઠણ હતાં તે ગયાં આજકાલમાં.
સારું છે એની સાથે કશી ગુફ્તગુ નથી,
નહિતર હું કંઈક ભૂલ કરત બોલચાલમાં.
......
એ ના કહીને સહેજમાં છૂટી ગયા મરીઝ’,
કરવી ન જોઈતીતી ઉતાવળ સવાલમાં.

મરીઝ

ગુરુવાર, 7 જુલાઈ, 2011

નદી - બાબુલ

મોહમાં પાછલી બે સદી
ખડકથી લપસી તી નદી
હોય જાણે નવી શાયરી
એમ એ કામિની શી વદી
આગ જેવી કંપારી થશે  
હાથ ઝાલે સહેલી યદી
કોક તો પૂછશે કેમ છો
આંખને લૂછશે કે કદી
રોજ બાબુલની લો સહી
કાગળે ના વહે કો નદી

બાબુલ
લંડન ૭/૭/૧૧ 

મંગળવાર, 28 જૂન, 2011

યુગલ -બાબુલ

યુગલ 

૧૭ના બસ સ્ટોપ પર 
પરસ્પરને આલિંગીને ઊભેલું યુગલ
શેના ઈંતેઝારમાં છે? 

યુવતીના રતુંબડા હોઠ પર પડેલા
ચસચસતા ચુંબનનો પડઘો 
બર્ફીલી સ્ટ્રીટના ઢોળાવ પર લપસતો 
જઈ અથડાય 
ઓફીસ બ્લોકના ફ્રોસ્ટેડ કાચને 

એ ચુંબનની ઉષ્માથી ભરચક
આખું ય બસ સ્ટોપ 
દ્વાર ખોલેલ  રૂટ ૧૭ માં સમાઈ જાય 

બાકી ફક્ત યુગલ

લગોલગ
એમ જ સ્થિત 
જાણે કાયમી સ્મિત 
એમને કયાં ઈંતેઝાર છે?

મળશે એમને 
રૂટ ૭૧ !

બાબુલ 

કાવ્ય સંગ્રહ 'અસર' માંથી 


શુક્રવાર, 17 જૂન, 2011

કહો - બાબુલ


કહી વાત મારી  લવારા કહો છો
જવા દો નકામા દુબારા કહો છો 
બુરા હાલ જુઓ બધાના થયા છે
બધાને તમે તો તમારા કહો છો
કદી એ ભરોસો થશે કેમ બોલો
ઠગીને ઉપરથી  ઠગારા કહો છો
બનાવી બનાવો  કરો છો બયાનો 
લુંટીને જમાનો બિચારા કહો છો 
 હવે તો થઈ છે કંઈ નજર  એવી
ખરેલા રવિને સિતારા કહો છો
હતો એમના પ્રેમમાં ખૂબ જાદુ 
થયા જો દિવાના નઠારા કહો છો

બાબુલ

છંદ - લગાગા લગાગા લગાગા લગાગા 

શનિવાર, 11 જૂન, 2011

मूँड़ मुड़ाये - कबीर

भेष देख मत भूलिये, बूझि लीजिये ज्ञान 
बिना कसौटी होत नहीं, कंचन की पहिचान 

                        -०-
                      
न्हाये धोये क्या हुआ, जो मन मैल न जाय 
मीन सदा जल में रहै, धोये बास न जाय 

                       -०- 


मूँड़ मुड़ाये हरि मिले, सब कोई लेय मुड़ाय 
बार-बार के मुड़ते, भेड़ न बैकुण्ठ जाय 

                       -०-




कबीर 

શનિવાર, 4 જૂન, 2011

ઢોલ - બાબુલ

જેટલાં ઊંચા ઉજળા મહેલ હોય છે
ભોંયરે ઊંડી અંધાર જેલ હોય છે 
એમને  આદત દીવાના ઉજાસ કેરી
કેવા પિસાયા તલ તો તેલ હોય છે
છે બધાં પાગલ કળાયેલ મોરનાં  
કોણ પૂછે ક્યાં કેમ ઢેલ હોય છે 
હોય છે ક્યારે એમને તમીઝ કશી  
જે નશામાં રાત દિ છકેલ હોય છે
કર વઝુ યા સ્નાન, ગંગા કે ઝમઝમથી 
નહિ ધોવાય જે અંદર મેલ હોય છે 
કોઈ ખુદાને વાસ્તે ન કરજો દુઆ
ખુદા તો દિલમાં સમાયેલ હોય છે 
ઢોલના એ પોલ ઢાંકવા 'બાબુલ'
ચામ કોઈના ઉતરડેલ હોય છે

બાબુલ 

તમીઝ =  વિનય, વિવેકબુદ્ધિ, દરકાર 
વઝુ = સામાન્યત: દરેક નમાઝ (પ્રાર્થના) પહેલા હાથ, મ્હોં અને ચરણ સાફ (પાક) કરવાની પ્રક્રિયા
ઝમઝમ = મક્કાનો પવિત્ર ઝરો

શનિવાર, 28 મે, 2011

હાય રે - બાબુલ


એક ઉર્દૂ ગઝલની પ્રેરણા અને એમના શેર ના અનુવાદને સમાવી ને સજાવેલા આ જોડકણા ...

હતા બધા એવા નજીક અથડાયા બહુ 
પછી થયું રે  હાય હૈયા ઘવાયા  બહુ 

"કઈ કઈ રીતે ભેદ અહીં ખુલતા ગયા
કરી મિત્રોથી વાત તો પસ્તાયા બહુ 
નથી હવે મારા ઘરે કોઈ  દીવાલ બાકી 
હતા નગરમાં કાલ સુધી પડછાયા બહુ 
થઈ  આદત નિર્વસ્ત્રતાની ધીમે ધીમે  
પ્રથમ તો અજાણ લોકમાં શરમાયા બહુ"

જરાક તો ખોલી દે દરવાજા મનના
સવારથી સાંજ અમે અટવાયા બહુ

બાબુલ 

શુક્રવાર, 27 મે, 2011

શુક્રવાર, 20 મે, 2011

ચેત - બાબુલ

ચેત ચિતામાં ચળવળ છે
ખૂબ ખૂનમાં  ખળભળ છે
છે પ્રવાહ  શાંત મુનિ ને  
કેટલી કાંઠે ખદબદ છે
છે  સહજ હૈયાનું  મળવું
ખેર મનમાં અડચણ છે 
ભીતર છે ઝાળ ખારી 
બા'રે ખુલ્લી ઝળહળ છે
જીવે  માણસ અલ્લડ થઇ 
મૃતપ્રાય લો સમજણ છે

બાબુલ ૫/૬/૦૮ 


શનિવાર, 14 મે, 2011

બેઠા જઈને બજાર - ઊજમશી પરમાર

શ્રી ઊજમશી પરમારનાં કાવ્યોમાં ગુજરાતી માટીની સોડમ સાથે ઋજુ હૃદયની મીઠાશ અને આધ્યાત્મિક ચિંતનની ઠાવકાઈ બહુ સુંદર રીતે ગૂંથાઈને કવિતાને સહજ અને લોકભોગ્ય બનાવે છે.  આ રચનામાં ઘમંડને ચકનાચૂર થતું માણીએ:

બેઠા જઈને બજાર- ઓટે
જઈ- જઈ ક્યાં જાવાના?
હૂડહૂડ હંકાયા,
ક્યાંથી ઠરીઠામ થાવાના?

હવે ઊછળતાં પૂર નદીમાં 
આવે છે કે દહાડે?
અડતા જઈ આકાશ કદી જે
વેલા અટકે વાડે;
પથ્થર ટાઢાબોળ થઈ ગયા 
ધખધખતા લાવાના 
હૂડહૂડ હંકાયા,
ક્યાંથી ઠરીઠામ થાવાના?


કોઈ પાંચમાં પૂછાતા તો
મોભી કોઈ ગણાતા,
સમય બળુકો કેવો
હીરા કંકર થઇ રહી જાતા;
આવા અમથા ફેર ફરે શું
ભવ-ભવ ભટકાવાના;
હૂડહૂડ હંકાયા,
ક્યાંથી ઠરીઠામ થાવાના?


ઊજમશી પરમાર 
કાવ્ય સંગ્રહ - શબદ ગહન ગંભીરા


'કક્કાજી ની અકવિતા' - ચંદ્રકાંત શેઠ

શ્રી ચંદ્રકાંત શેઠની 'કક્કાજી  ની અકવિતા'  'લયસ્તરો' ( http://layastaro.com/?p=6502  ) પર જોઈ એના પ્રતિભાવમાં કાંઇક આમ સ્ફુરેલું. ... શ્રી ચંદ્રકાંત શેઠના કાવ્યના શબ્દોની જ પુનર્ગોઠવણીથી નિષ્પન્ન લઘુ કાવ્ય સાદર છે ...


પરંપરાને સાંપ્રત સાથે સાંકળે, અને હ્રદયથી જે ઉભરે એ ભાષા વધુ પ્રભાવકારી હોય છે. શેઠ સાહેબ જાણે કાવ્ય પંખીને મુક્ત વિહરવા આહ્વાન કરે છે, આ શબ્દો તો ખૂબ બોલકા લાગ્યા… એ સ્વયં કાવ્ય જ છે !
…કવિતા નથી
છંદની છ હજાર વર્ષ જૂની …
મીંચેલી આંખે
ઈસવી સન પૂર્વે જોયેલા ….
…ભદ્રંભદ્રનાં…
દિમાગમાં!
ભાષા હવે અમારી જેમ ખાય છે, પીએ છે ને હરેફરે છે.
ને મોજથી જીવે છે.
બાબુલ 

મંગળવાર, 10 મે, 2011

‘तु क्या है ? - गालिब

ચાલો આજે સવાલ કરી લઈએ?  गालिब નો દોર દમામ ઉછીનો લઇ જરા આતમને ઢંઢોળી જોઈએ... અગાઉ પ્રસ્તુત અનુવાદ ' હું નથી હું 'http://avataran.blogspot.com/2011/03/blog-post_11.html ની સાપેક્ષ गालिबની ગઝલ ના આ ચૂંટેલા શેર ...

हर एक बात पे कहेते हो तुम, के तु क्या है ?’
तुम्ही कहो के ये अंदाझे गुफ्तगु क्या है ?

...

जला है जिस्म जहां दिलभी जल गया होगा
कुरेदते हो जो अब राख, जुस्तजू क्या है ?

रगों में दौडते फिरने के हम नहीं कायल
जब आंखही से न टपका तो फिर लहू क्या है ?

....

हुए है शाह का मुसाहिब, फिरे है इतराता
वरना शहर में  'ग़ालिब'की  आबरू क्या है?

શુક્રવાર, 29 એપ્રિલ, 2011

સ્મૃતિભ્રંશ

સ્મૃતિભ્રંશ 

શનિવાર 
ફરી હું વિસ્મરું
મારું નામ 
આ શબ્દ કાવ્ય  - શિલ્પ - ચિત્ર 
બનાવી દઉં અસંગત 
ઠાલો ઠાલો ભરું 
રેતઘડીમાં 
ધૂળિયું ગામ 
ધુંધળી પ્રિયા -સ્નેહી - મિત્ર 
હોત શક્ય  તો
યાદથી રંગત
કિન્તુ
સ્મૃતિપટ તો
સાવ રંગ વિહોણો 
શનિવાર
આવે એ કેટલી વાર?
અપરિચિત પરોણો
આવે બેસે વાંચે લખે ચીંધે 
ખોજે જાણે મને - મન ખિજે
ન પ્રેય ન શ્રેય, ન અંત ન આદિ
ન અવધિ સુખદ ન વ્યાધિ
સ્થિર મેજ ખુરશી તકિયો પાટ 
કલમ પીંછી ટાંકણે લખિયો કાટ 
ગર્ત તંદ્રામાં યાદ તમામ, ફરીવાર
શનિવાર, પરોણો એટલે તહેવાર 

બાબુલ ૨૯/૪/૨૦૧૧ 

સોમવાર, 25 એપ્રિલ, 2011

દોડ - બાબુલ

દોડ 

ઝાંઝવા ગળે લગાવીને દોડ્યો છું
કે પછી પ્રેમ લડાવીને દોડ્યો છું 
કેટલો તરસતો તો એને હું 
આશ આખરી છુપાવીને દોડ્યો છું
દોડતા પડછાયા શી રીતે રોકું 
ચાંદલો શિરે ચઢાવીને દોડ્યો છું
એ ય હોય શાયદ કિનારે એકલા 
દરિયો આખો તરાવીને દોડ્યો છું 
થોભવા કહે પગ થાકેલા દર્દમાં  
તો ય હું મને હરાવીને દોડ્યો છું 
નાં પડીશ તું  આફતમાં 'બાબુલ' 
માંડ જીવને બચાવીને દોડ્યો છું 

 બાબુલ

 
  

રવિવાર, 24 એપ્રિલ, 2011

તમને જોયા છે - 'બેફામ'

બેફામની સદાબહાર ગઝલ ( નયનને બંધ રાખીને) ના આ ત્રણ શેરના નાજુક ભાવ કેવા પ્રબળ છે? ... એને મમળાવ્યા કરવાથી વધુ અસરકારક બને છે... સાદર:


.....


ગણી તમને જ મઝિલ એટલા માટે તો ભટકુ છુ,
હૂ થાક્યો છુ તો એક એક ઉતારે તમને જોયા છે.
નિવારણ છો કે કારણ્ ના પડી એની ખબર કઈએ,
ખબર છે એ જ કે મનના મુઝારે તમને જોયા છે.
નથી મસ્તી મહોબ્બત એવુ કઈ કહેતો હતો બેફામ
એ સાચુ છે અમે એના મઝારે તમને જોયા છે

બરકત વિરાણી 'બેફામ' 

બુધવાર, 13 એપ્રિલ, 2011

હઇયા - બાબુલ

તરિયા એ આખર  મરિયા
ડૂબિયા  એ   પાર ઉતરિયા                                                                                                                                                                                                                                                                
હઇયા છે હળવા ભઇયા
હરિયાના નામથી   ભરિયા 
રડિયા ખાલીખમ ફળિયા 
રળિયા આંસુ ના જ દરિયા
મળિયા ઠંડાગાર તળિયા
અહિયા કૂંડ કેમ કરિયા
જહિયા સખી સ્હેજ લળિયા 
સઇયા બાબુલજી વરિયા

બાબુલ
(નીસ -૧૨/૦૪/૨૦૧૧ )

શનિવાર, 9 એપ્રિલ, 2011

વાલજી - બાબુલ

આ ઊર્મિગીતની તળપદી બોલીની મીઠાશ મારા બાળપણથી સંભારણામાં સંઘરાયેલી છે. ઉત્તર ગુજરાતની માટીની મહેંક અને ત્યાંના માયાળુ માણસોના હૃદયની ઉષ્મા અને સાલસાઈને  જીવનમાં જાણવા માણવામળી હતી/છે. એ ધરતીની કોઈ જુવાન કન્યા એના 'વાલજી'ના ચાર વરસના વિરહ પછીના આગમનના સમાચારથી હરખઘેલી થઇ હોય એનું ગીત અહી પ્રસ્તુત છે.  એની ઊર્મિ વિશ્વના કોઈ પણ પ્રાંતમાં કોઈ પણ કાળમાં સાંપ્રત હોઈ શકે છે !  મારી પ્રિય રચનાઓમાંની એક....

શાર શાર વરહ આવ શ વાલજી,
લાવ લી ઓંગણું લેંપું લગાર
વાલજી ન ભાવ શ કોંદોંનોં ભજિયોં, 
વરી આજ તો ભડથું વઘાર

ઢોલડી નોં વોણ પર નોંખ બે ગોદરી
બરી ઉપર પાથર તો ઓશાડ
તોંબાના ગોબા મોં  ખાય હું બાપડો
ઇ ન થારી મોં મુંઢું વતાડ

વાલજી મારો શ જ મૂઓ ગોરો
ઘોડા પર લા ગ શ ખેંગાર
લોક ની નજરું હોય શ જ ભૂંડી
ઈ ન મરચોં  લેંબુથી ઉતાર

આવતોં જ વધેરે ઇના પગોમોં નારિયોર
કાણની કરું શુ વશાર 
શાર શાર વરહે આહે મારો વાલજી
લાવ લી ઓંગણું લેંપું લગાર

બાબુલ 
કાવ્ય સંગ્રહ 'અસર' માંથી 
વાન ગોફ 

રવિવાર, 3 એપ્રિલ, 2011

avataran અવતરણ: Woes - Faruque Ghanchi

http://avataran.blogspot.com/2010/01/blog-post_22.html

Woes - Faruque Ghanchi


Woes
There and here too.

There:
Affliction as dry as thirst of the parched earth
And torrential downpour of
Dense cloudy sorrow
(For)
A moment or two.

Here:
The pain of each falling leaf of autumn
And
Sadness rained in the heaps
Frozen solid ice
In long dark nights
Always
Uninterrupted.


translated from Gujarati ( ASAR,2006. Gurjar Prakashan,Ahmedabad, India. ISBN 81-89166-31-X)
બાબુલ 

શુક્રવાર, 25 માર્ચ, 2011

હો મન નિર્ભય - રવીન્દ્રનાથ ટાગોર


હો મન નિર્ભય રવીન્દ્રનાથ  ટાગોર –
ભાવાનુવાદ બાબુલ 

હો મન નિર્ભય જ્યાં અને શિર હો ઉન્નત 
વિહરતું  હો જ્ઞાન જ્યાં  મુક્ત
હોય ના વિભાજીત વિશ્વ જ્યાં 
સાંકડી  સ્થાપિત  દિવાલોથી 
જ્યાં ઉભરે શબ્દ સત્યના ગર્ભથી
ને અથાક આકાંક્ષા પ્રસારે બાહુ  સર્વોત્કૃષ્ટતા કાજે 
ભટકે નહીં વિવેકનું  નિર્મળ ઝરણ જ્યાં
મૃત વલણોના શુષ્ક રેતાળ  રણમાં 
કરે જ્યાં તું પ્રોત્સાહિત ઉત્તરોત્તર મનને
સતત  વિસ્તારવા,  વિચાર  અને  વર્તનને 
સ્વતંત્રતાના  એવા સ્વર્ગમાં,
  પ્રભુ!  મારા  દેશને  જગાડી  દે!  

મંગળવાર, 22 માર્ચ, 2011

ખાલી -બાબુલ

શું કામ લીધું હશે એણે નામ ખાલી 
જરાકમાં લો થયા બદનામ ખાલી 
હવે આ તરસને  કેમ રોકાય બોલો 
મળ્યું નહીં બુંદ એક ને જામ ખાલી
જવાબમાં ના સંદેશ ના પત્ર આવે  
એકાંત લાગશે એકલું કામ ખાલી 
ડગી ધરા જરા છલક્યો  સાગર થોડો   
થઈ ગયા પછી  ઘર તમામ ખાલી
અહી તો ઉતારી હતી યાદની પોઠો 
ફરી કેમ થયું 'બાબુલ' ગામ ખાલી 

શુક્રવાર, 18 માર્ચ, 2011

બિલ્લો - બાબુલ

થોડો ધોળો થોડો કાળો હતો
એ બિલ્લો બહુ રૂપાળો હતો
લઇને દોડે એ ઊનનો દડો
નટખટ એવો નખરાળો હતો
પોચી ગાદી પગે  નખ નાના 
 ને ડિલે રેશમ શો સુંવાળો હતો
ફરતો એ કરીને  માથું ઊંચું 
 જાણે મરદ મોટો મૂછાળો હતો
એટલે થયો તો વ્હાલો સહુનો
'બાબુલ' જેવો  અટકચાળો હતો




મંગળવાર, 15 માર્ચ, 2011

પરાયો - બાબુલ


અવાજ આ પરાયો  હોય છે
ડૂમો ગળે ભરાયો હોય છે
જુએ ન કોઈ વાટ છતાં
રસ્તો કાં અટવાયો હોય છે

બાબુલ 

શુક્રવાર, 11 માર્ચ, 2011

હું નથી હું


હું  નથી  હું 
હું  તો   છું 
ચાલે  એ મારી  પડખે 
ને  હું   જોઈ ના  શકું  
ક્યારેક  જેને  મળું  
તો  ક્યારેક  પાછો  ભૂલું 
હોય  જે  ખામોશ  જો  હું  વદું
કરે  એ માફ   જયારે  ઘૃણા  કરું
વિહરે   બારે  જો  હું  ઘરમાં  રહું 
રે'શે   અકબંધ  ખડો, હું  જો  મરું.

બાબુલ 
યુંઅન રામોન જીમેનેઝ (Juan Ramon Jimenez ) ના  કાવ્ય I am not I નો અનુવાદ 

આપણે - બાબુલ

ક્યાંક લોકો મરે છે આપણે ચુપ રહો  દુનિયા જોયા કરે છે આપણે ચુપ રહો  આભ આખું લગાવે આગ ચોગમ અહીં  ખાક પાણી ભરે છે આપણે ચુપ રહો ભૂખ તો ક્યાં ય ખો...