રવિવાર, 26 ડિસેમ્બર, 2010

હૃદયરોગ- બાબુલ

હ્રદયને વળગેલી
ધમનીઓ
સંકોચાઈ હશે
એનાં પોલાણોની સ્નિગ્ધતા
ખંડિત થઇ હશે
અને એ પર લપેડાયા હશે મેદનાં થર
એક ફેફસાથી વહેલો પ્રાણવાયુ
સતત ધબકતા સ્નાયુને
નહિ હોય પર્યાપ્ત કદાચ
એથી જ તો
સહેજ હાંફ સાથે જ
જાગે છે છાતીમાં
દુખાવો
તીવ્ર  

બાબુલ 
૨૦/૧૦ /૨૦૧૦ શિકાગો  

4 ટિપ્પણીઓ:

  1. A medical phenomenon so delicately expressed poetically. It must be therapeutically comforting to a sufferer, hopefully. Life can be such a bearable , light experience, even in a critical moment like a stroke , if it is given a poetic touch. Copngratulations for the poetic treatment of a physical ailment.
    Dawoodbhai

    જવાબ આપોકાઢી નાખો
  2. જાણે કે મને કેન્દ્રમાં રાખી અા કવિતાની રચના ન થઈ હોય !

    હા, દોસ્ત, વચ્ચે, ફરી વાર પાંચ/છ દહાડા હૉસ્પિટલવાસ કરવો પડયો. હવે સારું છે.
    નવા વરસની મુબારકબાદી.

    વિપુલનાં વંદન

    જવાબ આપોકાઢી નાખો

આપણે - બાબુલ

ક્યાંક લોકો મરે છે આપણે ચુપ રહો  દુનિયા જોયા કરે છે આપણે ચુપ રહો  આભ આખું લગાવે આગ ચોગમ અહીં  ખાક પાણી ભરે છે આપણે ચુપ રહો ભૂખ તો ક્યાં ય ખો...