રવિવાર, 7 ફેબ્રુઆરી, 2010

વ્યથા - બાબુલ

મારાં રૂંવે રૂંવા ને
ખેંચી કાઢી
એમાંથી ઉપસેલી
લોહી ની લાલ ટશરો ને 
ચૂસ્યા કરે છે
એક પિશાચી તત્વ

એના 
તીણા નહોર
મારી ચામડીથી ય
ઊંડા 
ઉતરી ગયા છે
 
સતત સંવાદિતતાથી 
સ્નિગ્ધ રહેતું
સ્વરૂપ
સાવ વિકૃત થઇ ગયું છે

એ શેતાની દ્રવ્ય
ભીડાવી દે છે 
એના લાંબા
ગંદા
લોહિયાળ દાંત
મારા હૃદયમાં 

મારું 
શ્વેત 
સાફ
દાગરહિત વસ્ત્ર
ખરડાઈ જાય છે

કોઈ બદનામ વસ્તીની આગ 
આવીને જલાવે છે
મારાં
અધુરાં
અધવચ્ચે અટવાયેલાં
અળખામણા સ્વપ્નોની હોળી

અકાળાયેલું મારું માનસ
થાકી ગયું છે સાવ
કહ્યું કોઈકને ક્યારેક જો મેં - 
કોઈએ હસી લીધું
કોઈએ રડી દીધું 


બાબુલ 
કાવ્ય સંગ્રહ 'અસર' માંથી  

1 ટિપ્પણી:

  1. એ પિશાચી તત્વ અત્રતત્ર સર્વત્ર હોય છે.......સતત ઝળૂંબતું .... ઓળખાતું ન ઓળખાતું..... એની સાથે પનારો પાડી જીવ્યા કરવાની વ્યથા .... બહુ ધારદાર રચના.

    Pancham Shukla
    7 Feb 10

    જવાબ આપોકાઢી નાખો

આપણે - બાબુલ

ક્યાંક લોકો મરે છે આપણે ચુપ રહો  દુનિયા જોયા કરે છે આપણે ચુપ રહો  આભ આખું લગાવે આગ ચોગમ અહીં  ખાક પાણી ભરે છે આપણે ચુપ રહો ભૂખ તો ક્યાં ય ખો...